Western Times News

Gujarati News

ડાકોર નગરપાલિકા પાસે MGVCLના બિલ ભરવાના નાણાં નથી: સ્ટ્રીટ લાઈટો બંધ

ડાકોર નગરપાલિકા વિવાદોના વંટોળમાં

(પ્રતિનિધિ) ડાકોર, છેલ્લા ઘણા બધા સમયથી ઠરાવો બાબતે તેમજ પ્રમુખ ઉપપ્રમુખ ઘણી બધી બાબતે વિવાદોમાં છે સરકારી ગ્રાન્ટો આવે છે ત્યારે એ ગ્રાન્ટો વાપરવા માટે ઠરાવો પાસ કરવામાં આવે છે અને તેને કોઈપણ સંજાેગોમાં એ ગ્રાન્ટોના વાપરી કાઢવામાં આવે છે ત્યારે ડાકોર ની પ્રજા માટે કોઈ હિત સૂચક કામ કરવામાં આવતું નથી. Dakor Municipality does not have money to pay the bills of MGVCL

ડાકોર નગરપાલિકાએ એક કરોડ તેસઠ હજારનું એમજીવીસીએલ નું બિલ ન ભર્યું હોવાથી સ્ટ્રીટ લાઇટો છેલ્લા ત્રણ દિવસથી બંધ કરવામાં આવેલી છે ડાકોર નગરપાલિકા ના નગરોળ કારોબારના લીધે અહીંની પ્રજા ત્રાહિમામ છે

સ્થાનિક રહીશોમાં વાત કરીએ તો સિનિયર સિટીઝન તેમજ ઓલ્ડ એજ વાળા વ્યક્તિઓને રાત્રિના સમયે ચાલવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે કારણ કે અંધાર પણ હોવાને કારણે ખરેખર જે ઓલ્ડ ઉંમરની વ્યક્તિઓ છે તે બે બસ થઈ ગયેલ છે તેમજ વૈષ્ણવો પણ હેરાન છે.

આમ કુંભકર્ણની નિંદ્રામાં ડાકોર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખ ઉપપ્રમુખ ખોટા ર્નિણયો લઈ પ્રજાના ટેક્સના નાણાનો ખોટો વેડફાટ કરે છે અને એમજીવીસીએલ નું બિલ ન ભરાતા હાલ ડાકોર ની પ્રજાને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખરેખર સરકાર ડાકોર નગરપાલિકા પર એક્શન લે તો કરોડો રૂપીયાના કૌભાંડ બહાર આવશે.

હવે જાેવું રહ્યું કે છેલ્લા ત્રણ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ છે તો ક્યારે ફરી લાઈટો મળશે અને પ્રજા અંધકારમાંથી પ્રકાશમાં આવશે. આ બાબતે ડાકોર નગરપાલિકાના ચિફ ઓફીસર ના જણાવ્યા મુજબ અમારી પાસે પાંચલાખ રૂપીયાનું બેલેન્સ છે જાે જીઇબીના અધિકારી પાંચ લાખ રૂપીયા લઈને સ્ટેટ લાઇટ કનેકશન ચાલુ કરે તેવી ડાકોર નગરપાલિકા આશા રાખે છે.

ડાકોર નગરપાલિકાના જી.ઇ.બી.ના અધિકારી ગીરીશ તળપદા સાથે વાત કરતા તેવો કહે છે કે હવે આ ડાકોર નગરપાલિકાના સ્ટેટ લાઇટોના બાકી બીલ બાબતે વડોદરા હેડ ઓફીસ જે કરે તે થશે હવે આ લાઇટ બાબતે અમે કશુ પણ ન કરી શકીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.