ડાકોર પોલીસે પ્રતિબંધીત ચાઇના દોરીના ૨૬ રીલ સાથે આરોપીને ઝડપ્યો
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક ,નડીઆદ વિભાગ નાઓએ આગામી ઉતરાયણના તહેવાર નિમિત્તે પો.સ્ટે. વિસ્તારમાં છાની છુપીથી ચાલતી ચાઈનીજ માંઝા / પ્લાસ્ટીકની દોરીની ખરીદ, વેચાણ, સગ્રહ કે હેરાફેરી બાબતે માહિતી મળે તો ત્વરીત કાર્યવાહી કરવા સુચનો આપેલ હોય અને
તે અન્વયે ડાકોર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર વી.ડી.મંડોરા તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.એસ.ચૌધરી નાઓએ પોલીસ સ્ટાફના માણસોને કાર્યવાહી કરવા સમજ કરેલ હોય તે અન્વયે તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ એ.એસ.આઈ. અર્જુનસિંહ, મુકેશભાઈ, દેવેન્દ્રસિંહ, હાર્દીકભાઈ , ઘનશ્યામભાઈ એ રીતેના પોલીસ માણસો ખાનગી વાહનોમાં ડાકોર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા
અને ફરતા ફરતા ડાકોર વડાબજાર આવતા તે દરમ્યાન અ.હેડ.કો.મુકેશભાઈ રઈજીભાઈ નાઓની બાતમી આધારે ડાકોર નવી નગરી ડુગરાભાગોળમાં રહેતો જીતેન્દ્રભાઇ ચુનીલાલ વસાવા નાઓને માર્કાવાળા પ્લાસ્ટીક રેપર ચોટાડેલ ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટીકની દોરીના રીલ નંગ ૦૯ મળી આવેલ, જે એક નંગની કિ.રૂ.૨૦૦/- લેખે ૦૯ નંગની કિ.રૂ.૧૮૦૦/- તથા ઉૈંર્ન્જીંદ્ગ ના માર્કાવાળા પ્લાસ્ટીક રેપર ચોટાડેલ ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટીકની દોરીના રીલ નંગ ૧૭ મળી આવેલ, જે એક નંગની કિ.રૂ.૧૦૦/- લેખે ૧૭ રીલના રૂ.૧૭૦૦/- મળી કુલ્લે નંગ.૨૬ કુલ્લે કિ.રૂ.૩૫૦૦/- ના મુદ્દામાલ સાથે શોધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરતી ડાકોર પોલીસ.