ડાકોરમાં રિક્ષા ચાલકો મંદિરે જતા લોકો પાસે વસુલી રહ્યા છે તગડાં ભાડાં
યાત્રાળુઓ પાસેથી ભાડા પેટે મોટી રકમ મળતા સ્થાનિકોને નિયત સ્થળે લઈ જવામાં કરાતી આનાકાની
ડાકોર, યાત્રાધામ ડાકોરમાં ગુજરાતભરમાંથી અને દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઠાકોરજીના દર્શને આવી દર્શન કરીને ધન્ય બનતા હોય છે પરંતુ યાત્રાધામ ડાકોરમાં રોજબરોજ શ્રદ્ધાળુઓની સંખ્યા વધતા ટ્રાફિક સમસ્યાને કારણે પ્રાઈવેટ વાહનોના પા‹કગ ગામના છેવાડાના વિસ્તારોમાં કરાવવામાં આવે છે ને ત્યાંથી રિક્ષા કરીને આવનાર યાત્રાળુઓ રણછોડરાય મંદિર સુધી જતા હોય છે
જે રિક્ષાચાલકો દ્વારા ટ્રાફિક નિયમનનો ભંગ કરી એક રિક્ષામાં ૭-૮ યાત્રાળુઓ ભરીને તેમની પાસેથી ૧પ-ર૦ રૂપિયા લઈને તેઓને મંદિર ઉતારવામાં આવે છે.
મંદિર આસપાસ વિસ્તારમાં માત્ર ટુ વ્હીલર સિવાય અન્ય કોઈ વાહનના પ્રવેશ પર મનાઈ હોવા છતાં રિક્ષાચાલકો આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરી પેસેન્જરને મંદિર સુધી પહોંચાડી નિયંત્રિત ભાડા કરતાં ચાર ગણી રકમ વસૂલ કરી પેસેન્વર સાથે ઉઘાડેછોગ લૂંટ ચલાવતા હોય છે અને પોતાની રિક્ષા મનફાવે તે રીતે હંકારી ગમે ત્યાં પાર્ક કરી ટ્રાફિક સર્જી રહ્યા છે.
આ અંગે નાગરિકો દ્વારા પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા કોઈ પગલાં લેવાતા નથી અને આ રિક્ષા ચાલકો બેફામ બન્યા છે. સ્થાનિકોએ રિક્ષાની જરૂર હોવા છતાં તેઓ માત્રને માત્ર યાત્રાળુ પેસેન્જર પાસે તગડી રકમ વસૂલ કરવાને કારણે
ડાકોરવાસીને પોતાની રિક્ષામાં બેસાડવા માટે તેમજ નિયત સ્થળે લઈ જવા માટે આનાકાની કરતા જોવા મળે છે જેથી ડાકોર નગરજનો દ્વારા રિક્ષાચાલકો સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી વસૂલ કરવામાં આવે તેવી માંગ છે.