ડાકુ દુલ્હનઃ ગુજરાતમાં કાજલ, હરિયાણામાં સીમા, બિહારમાં નેહા અને ઉત્તરપ્રદેશમાં સ્વીટી

AI Image
૨૧ વર્ષની ઉંમરમાં કર્યા ૧૨ લગ્ન, લૂંટીને થઈ જતી ફરાર
લખનૌ, લૂંટેરી દુલ્હન વિશે તો તમે સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને વાત કરી રહ્યાં છીએ યુપીની ડાકુ દુલ્હન વિશે. આ દુલ્હન કોઈ સામાન્ય દુલ્હન નથી. ગુજરાતમાં કાજલ, હરિયાણામાં સીમા, બિહારમાં નેહા અને ઉત્તરપ્રદેશમાં સ્વીટી.
૨૧ વર્ષની ઉંમરમાં તે ઓછામાં ઓછા એક ડઝન લગ્ન કરી ચુકી છે, પરંતુ માત્ર થોડી કલાકો માટે. ડાકુ દુલ્હન જેમ લોકો તેને બોલાવે છે, અસલ જિંદગીમાં ગુલશાના રિયાઝ ખાન છે, જેણે યુપીના જૌનપુરમાં એક દરજી રિયાઝ ખાન સાથે લગ્ન કર્યાં છે.
ડાકુ દુલ્હન લગ્ન સ્થળથી સીધી, કે તુરંત બાદ, તેના બધા આભૂષણ, રોકડ અને અન્ય કિંમતી સામાનની સાથે ૪-૫ પુરૂષોની એક ગેંગ દ્વારા અપહરણ કરી લેવામાં આવતી. તેના દુલ્હાને ક્્યારેય કોઈ સમાચાર નહોતા મળતા. ત્યારબાદ વ્યાકુળ દુલ્હન જલ્દી લગ્ન વેબસાઇટો અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવા શિકારમાં લાગી જતી હતી.
ગુરૂવારે ગુલશાના અને તેની ગેંગના આઠ સભ્યોની આંબેડકર નગર પોલીસે ધરપકડ કરી છે. આંબેડકર નગરના એસપી કેશવ કુમારે જણાવ્યું કે આ ગેંગનો પર્દાફાશ બસખારી પોલીસ સ્ટેશન અંતર્ગત કસાદહા ગામની પાસે થયો, જ્યાં પોલીસની ટીમે નવ સભ્યોને રંગે હાથ ઝડપી લીધા હતા.
ધરપકડ કરાયેલા લોકોમાં પાંચ મહિલાઓ અને ચાર પુરૂષ સામેલ છે, જે એક ગેંગમાં સામેલ છે. પોલીસે તેની પાસેથી ૭૨૦૦૦ રૂપિયા, એક બાઇક, એક સોનાનું મંગલસૂત્ર, ૧૧ મોબાઈલ ફોન અને ત્રણ નકલી આધાર કાર્ડ જપ્ત કર્યાં છે.
નવી ઘટના પ્રમાણે આ ગેંગે હરિયાણાના રોહતક નિવાસી સોનૂ સાથે છેતરપિંડી કરી અને એક એવા લગ્ન માટે ૮૦ હજાર રૂપિયા માંગ્યા, જે ક્્યારેય થતા નથી. ગુલશાના કે તેની ગેંગ એવા પરિવારનો સંપર્ક કરતા હતા, જેને લગ્ન માટે યોગ્ય યુવતી નહોતી મળતી.
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ સ્વીકાર્યું કે તેણે ઓછામાં ઓછા ૧૨ પરિવારો સાથે છેતરપિંડી કરી છે. હંમેશા કાયદાથી બચવા પોતાની ઓળખ અને સ્થાન બદલતા રહેતા હતા. પોલીસે કહ્યું કે મહિલાએ વિશ્વાસ જીતવા માટે નકલી દસ્તાવેજો રજૂ કર્યાં હતા.