ડાકુ મહારાજઃ બોબી દેઓલ ફરી એક વખત વિલન બન્યો
મુંબઈ, બોબી દેઓલને ‘એનિમલ’ની સફળતા પછી વિલનના રોલ મળી રહ્યા છે. સુરિયા સાથે ‘કંગુવા’માં વિલન બન્યા પછી હવે બોબીએ નંદમુરી બાલક્રિશ્નાની ફિલ્મમાં વિલનનો રોલ કર્યાે છે. ઉર્વશી રાઉતેલા અને બાલક્રિશ્ના સાથેની ‘ડાકુ મહારાજ’ ૧૨ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
રવિવારે ‘ડાકુ મહારાજ’નું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં બાલક્રિશ્નને ડાકુના રોલમાં જોઈ શકાય છે. તેમાં બાલક્રિશ્નને એક બાળકી સાથે લાગણીમય સંબંધોમાં જોઈ શકાય છે. ત્યારપછી ઉર્વશીની ઝલક જોવા મળે છે. બોબી દેઓલને ટ્રેલરમાં લોકો પર અત્યાચાર ગુજારતો જોઈ શકાય છે. પોતાના હોઠ પર આંગળી મૂકી સામાવાળાને ચૂપ રહેવા ધમકાવતા બોબીની ‘એનિમલ’ ઝલક પણ ટ્રેલરમાં દેખાઈ હતી.
એક્શન સીન્સ માટે જાણીતા બાલક્રિશ્ના જંગલમાં મોટા ટાળો સાથે લડતા જોવા મળે છે. ફિલ્મની સ્ટોરી અંગે વાત કરતાં પ્રોડ્યુસર નાગા વામસીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, જંગલના રાજાએ શિકારની શરૂઆત કરી છે. ડાકુ મહારાજ સંક્રાંતિએ થીયેટરમાં આવશે.
૧૨ જાન્યુઆરીએ વર્લ્ડવાઈડ રિલીઝ થશે. ફિલ્મમાં નંદમુરી બાલક્રિશ્ન, બોબી દેઓલ અને ઉર્વશી રાઉતેલા ઉપરાંત પ્રગ્યા જયસ્વાલ, શ્રદ્ધા શ્રીનાથ અને ચાંદની ચૌધરી પણ મહત્વના રોલમાં છે. ‘કંગુવા’ની નિષ્ફળતા અને ‘પુષ્પા ૨’ની સફળતા બાદ સાઉથની અન્ય બિગ બજેટ ફિલ્મ ‘ડાકુ મહારાજ’ આવી રહી છે.
સંયોગવશાત આ બંને ફિલ્મમાં બોબી દેઓલ લીડ રોલમાં છે. ‘કંગુવા’ની નિષ્ફળતા માટે લીડ એક્ટર સુરિયાને જવાબદાર માનવામાં આવ્યો હતો. બોબીની આગામી ફિલ્મની રિલીઝ પૂર્વે ખાસ ઉહાપોહ ઊભો થયો નથી ત્યારે ઓડિયન્સને આ ફિલ્મ કેટલી પસંદ આવે છે તે જોવું રહ્યું.SS1MS