દલિતો અને આદિવાસીઓ સરકારની યોજનાઓના મોટા લાભાર્થી: મુર્મૂ
નવી દિલ્હી, જાતિ આધારિત વસતી ગણતરી અને સામાજિક સર્વસમાવેશિતાના મુદ્દે વ્યાપક રાજકીય ચર્ચા ચાલી રહી છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું છે કે, સરકારની વિવિધ યોજનાનો સૌથી વધુ લાભ દલિતો, પછાત વર્ગ અને આદિવાસી સમાજને મળ્યો છે.
બજેટ સત્રના પ્રારંભિક દિવસે સંસદના બંને ગૃહના સંયુક્ત સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, તેમની સરકારની મુખ્ય પ્રેરણા ‘સેવા’ છે.રાષ્ટ્રપતિ મુર્મૂએ જણાવ્યું હતું કે, “દેશનો વિકાસ અને સિદ્ધિઓનો અર્થ તેના નાગરિકોની ક્ષમતા અને સફળતા. આજે દેશના વિકાસમાં તમામ વર્ગાેનો સામૂહિક ફાળો છે.”
તેમણે કહ્યું હતું કે, “સરકારની વિવિધ યોજનાનો સૌથી વધુ લાભ દલિતો, પછાત વર્ગ અને આદિવાસી સમાજને મળ્યો છે. આઝાદીના દાયકાઓ પછી પણ આદિવાસી સમાજને અવગણનાનો સામનો કરવો પડ્યો હતો. મારી સરકારે તેમના કલ્યાણને પ્રાથમિકતા આપી છે.”
રાષ્ટ્રપતિ મુર્મૂએ જણાવ્યું હતું કે, “વિશ્વભરમાં ‘રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ ભારતના નવા ગવર્નન્સ મોડલનો પર્યાય બન્યો છે. કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમના હેઠળ લાખો કર્મચારીઓને ૫૦ ટકા નિશ્ચિત પેન્શન આપવાની જાહેરાત કરી છે.
જેને વ્યાપક આવકાર મળ્યો છે.” મુર્મુએ કહ્યું હતું કે, “મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા પગલાંથી યુવાનો માટે રોજગારીની ઘણી તકો ઊભી થઈ છે.”કોંગ્રેસે રાષ્ટ્રપતિના શુક્રવારના ભાષણને ‘રાજકીય સ્પીચ’ ગણાવી દાવો કર્યાે હતો કે, તેમાં સામાન્ય નાગરિકને રોજબરોજ પડતી મુશ્કેલીનો કોઇ ઉલ્લેખ કરાયો નથી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદીની સરકારે રાષ્ટ્રપતિ પાસે ભારતીય જનતા પાર્ટીનું પેમ્ફ્લેટ વંચાવ્યું હતું. સંસદના બંને ગૃહોને કરેલા સંયુક્ત સંબોધનમાં મુર્મૂએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક ચિંતાઓ છતાં સરકારે અર્થતંત્રને ‘પોલિસી પેરાલિસિસ’માંથી બહાર કાઢવા દ્રઢ નિર્ધાર દર્શાવ્યો છે.”SS1MS