Western Times News

Gujarati News

ભાજપના શાસનમાં દલિતો, મહિલાઓ સહેજ પણ સલામત નથીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, ઉત્તરપ્રદેશમાં ૧૧ વર્ષની દલિત કિશોરી પર થયેલાં કથિત દુષ્કર્મ મામલે ભાજપ શાસિત રાજ્ય સરકાર પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

સોશિયલ મીડિયા પર કરેલી એક હિન્દીમાં પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપની દલિત અને મહિલા વિરોધી માનસિકતાને કારણે આવા અપરાધો સતત થઈ રહ્યાં છે. ઉત્તરપ્રદેશના રામપુરમાં ૧૧ વર્ષની કિશોરી પર ગુજારાયેલો અતયાચાર અતયંત દુઃખદાયક અને શરમજનક છે. યુપીમાં બનેલી આ ઘટના દર્શાવે છે કે રાજ્યની ભાજપ સરકારમાં દલિતો ખાસ કરીને દીકરીઓ સુરક્ષિત નથી.

ભાજપની દલિત અને મહિલા વિરોધી માનસિકતાને કારણે જ રાજ્યમાં ગુનેગારો નિર્ભય બનીને ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. જ્યારે પીડિતો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.આવા અપરાધીઓ વિરુદ્ધ આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તથા પીડિતા તથા તેના પરિવારને તડપી ન્યાય મળે તેવી અમારી વહીવટતંત્રને અપીલ છે તેમ તેમણે જણાવ્યું હતું.

દરમિયાનમાં યુપી પોલીસે આ કેસમાં ૨૪ વર્ષીય એક યુવકની ધરપકડ કરી છે. દાન સિંહ નામના આ શખ્સની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતા સપ્તાહે બે દિવસના અમેરિકા પ્રવાસે જશે.

આ અંગે માહિતી આપતાં કોંગ્રેસના પવન ખેરાએ જણાવ્યું હતું કે, ૨૧ અને ૨૨ એપ્રિલ દરમિયાન અમેરિકાના પોતાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી બ્રાઉન યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓને મળશે. આ ઉપરાંત તેઓ તયાં ચર્ચામાં પણ ભાગ લેશે.

રોહ્‌ડ્‌સ આઈલેન્ડની મુલાકાત અગાઉ તેઓ બિનનિવાસી ભારતીયોના સમુદાય તથા ઈન્ડિયન ઓવરસીત કોંગ્રેસના હોદ્દેદારો અને સભ્યોને પણ મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.