DAM કેપિટલનાં IPOને અગ્રણી બ્રોકરેજ હાઉસિસ તરફથી લીલીઝંડી મળી
- આઇપીઓ ગુરૂવાર, 19 ડિસેમ્બર, 2024 થી સોમવાર, 23 ડિસેમ્બર, 2024 સુધી ખુલ્લો રહેશે.
- કંપનીએ બુધવાર, 18 ડિસેમ્બર, 2024નાં રોજ 33 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 251.48 કરોડ એકત્ર કર્યા
ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડનાં આઇપીઓને આનંદ રાઠી, એસબીઆઇ કેપિટલ સિક્યુરિટીઝ, કેનેરા બેંક સિક્યુરિટીઝ, બીપી ઇક્વિટીઝ, વેન્ચુરા સિક્યુરિટીઝ, મહેતા ઇક્વિટીઝ, ચોઇસ સિક્યુરિટીઝ, અરિહંત કેપિટલ, અજકોન ગ્લોબલ વગેરે બ્રોકરેજ હાઉસિસ તરફથી સબ્સ્ક્રાઇબની ભલામણ મળી છે. DAM Capital Advisors Limited IPO receives thumbs up from leading brokerage houses.
આનંદ રાઠી આઇપીઓ રીપોર્ટ : અમે માનીએ છીએ કે ભારતમાં વૃદ્ધિ પામી રહેલ માર્કેટ તકોનો લાભ લેવા માટે કંપનીની સ્થિતિ સારી છે. આ ઉપરાંત, ગ્લોબલ મર્ચન્ટ બેંક સાથેની વ્યૂહાત્મક ભાગીદારી ક્રોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શનને હેન્ડલ કરવાની તેની ક્ષમતાને મજબૂત કરશે અને તેની આંતરરાષ્ટ્રીય હાજરીને વિસ્તૃત કરશે. તેથી તમામ બાબતોને ધ્યાનમાં રાખતા અમે આ આઇપીઓને “સબ્સ્ક્રાઇબ ફોર લોંગ ટર્મ” તરીકે ગણવાની ભલામણ કરીએ છીએ.
એસબીઆઇ કેપિટલ સિક્યુરિટીઝ રીપોર્ટ : કંપનીએ FY22-24 સમયગાળામાં અનુક્રમે 38.9%/76.7%/79.5% ના સીએજીઆર સાથે આવક/એબિટા/પીએટી વૃદ્ધિ સાથે નોંધપાત્ર નાણાકીય કામગીરી દર્શાવી છે અને FY24 સુધીમાં હરીફોમાં સૌથી વધુ નેટ પ્રોફીટ માર્જિન ધરાવે છે. સ્થાનિક બ્રોકિંગ ઇન્ડસ્ટ્રી FY24-FY29 સમયગાળા દરમિયાન 16%-18% સીઓજીઆર સુધી વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે. અમે રોકાણકારોને લોંગ ટર્મ માટે કટ-ઓફ પ્રાઇસ પર આ ઇશ્યુ સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરીએ છીએ.
મહેતા ઇક્વિટીઝ રીપોર્ટ : અમે માનીએ છીએ કે ડીએએમ કેપિટલ એડવાઇઝરી લિમિટેડ રોકાણકારોને ભારતની અગ્રણી તથા સતત વૃદ્ધિ પામતી મર્ચન્ટ બેંકમાં રોકાણ કરવાની તક આપે છે. તેમની કંપનીએ FY24માં IPOs અને QIPsમાં 12.1% હિસ્સો ધરાવતા, FY21 માં 8.2% થી સતત સુધારા સાથે મજબૂત બજાર નેતૃત્વ દર્શાવ્યું છે. અમે એમ પણ માનીએ છીએ કે કંપનીનું સંસ્થાકીય ઇક્વિટી પ્લેટફોર્મ મજબૂત છે
જેમાં વ્યાપક સંશોધન, ટાર્ગેટેડ સેલ્સ સ્ટ્રેટેજીનું સંયોજન અને ભારત, યુએસએ, યુરોપ, એશિયા અને મધ્ય પૂર્વ સહિત વૈશ્વિક બજારોમાં મજબૂત અમલ ક્ષમતાઓનો સમાવેશ થાય છે. કસ્ટમાઇઝ્ડ રીસર્ચ ઇનસાઇટ્સ પ્રદાન કરવાની અને તેની સેલ્સ ટ્રેડિંગ ટીમ દ્વારા સરળ ટ્રેડ એક્ઝિક્યુશન સુનિશ્ચિત કરવાની તેની ક્ષમતા તેને સંસ્થાકીય ગ્રાહકો માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાન આપે છે.