Western Times News

Gujarati News

ભરૂચના ડભાલી નજીક કેનાલમાં ભંગાણ સર્જાતા ખેડૂતોના પાકને નુકશાન

(પ્રતિનિધિ) ભરૂચ, નર્મદા નદી કાંઠે વસેલા ભરૂચ શહેરને ભરશિયાળે જળ સંકટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.કારણ કે ભરૂચ તાલુકાના ડભાલી નજીક કેનાલમાં સર્જાયેલ ભંગાણથી ખેડૂતોના પાકને નુકશાન થતા વળતરની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું.તો ૧૦ દિવસ સુધી ભરૂચવાસીઓને દિવસભરમાં એક જ સમય પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે.

વર્ષ ૨૦૨૩ ના પ્રથમ દિવસે જ અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી ગામ નજીક મોટું ભંગાણ સર્જાયું હતું.કેનાલમાં ભંગાણ સર્જાતા ભરૂચ તાલુકાના સામલોદ,બબુંસર, ડભાલી અને કવિઠા ગામના ૪૦૦ થી વધુ એકરમાં નહેરના પાણી ફરી વળ્યાં હતા.જેના કારણે ખેડૂતોના ઘઉં, કપાસ, શેરડી, તુવેર, મગ, મઠ, દિવેલા, મઠિયાનું વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને પાયમાલ થવાનો વાળો તો આવ્યો જ છે.

જેના પગલે ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને વળતરની માંગ કરી હતી અને જાે વળતર નહિ આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવા સાથે કેનાલનું સમારકામ નહિ કરવા દેવામાં આવે તેમ જણાવ્યું હતું. ખેડૂતોને થયેલા નુકશાન ના પગલે ખેડૂત સમાજ પણ આગળ આવ્યું છે અને તેઓના આવેદનમાં સાથે જાેડાઈ તેઓ દ્વારા પણ યોગ્ય વળતર ચુકવવાની માંગ કરવા સાથે આદેશ આવશે તો આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

તો બીજી તરફ ભરૂચવાસીઓને ભર શિયાળે પાણી તરસ્યા કરે તેવી નોબત ઉભી થઈ છે.અમલેશ્વર કેનાલ માંથી આપતો પાણીનો પુરવઠો ભરૂચના માતરિયા તળાવમાં આવે છે.જેને અયોધ્યા નગરના ફિલ્ટરેશન પ્લાન્ટ મારફતે ફિલ્ટર કરી પાઈપલાઈન નેટવર્ક, સમ્પ, ટાંકીઓ થકી શહેરના પોણા બે લાખ લોકોને બે ટાઈમ પીવા અને વપરાશ માટે પાણી પુરવઠો અપાવામાં આવતો હતો.જે માતરિયા તળાવમાં પાણી પુરવઠો આવતો બંધ થયો છે.

રીઝેવીયર માતરિયા તળાવમાં હવે ભરૂચને આગામી ૧૦ દિવસ અપાઈ એટલું જ પાણી સંગ્રહ છે.ત્યારે શહેરને રોજ ૪૦ મિલિયન લિટર પર ડે પાણી અપાઈ છે.જ્યારે માતરિયામાં હાલ સ્ટોરેજ ૩૦૦ થી ૩૫૦ સ્ન્ડ્ઢ જેટલું જ પાણી હાલ સંગ્રહ છે.જેના પગલે આગામી ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી પાલિકા દ્વારા શહેરની ૯ ટાંકીઓ મારફતે શહેરીજનોને આપવામાં આવતો પાણી પુરવઠો હવે દિવસભર માં એક જ ટાઈમ પાણી પુરવઠો આપવાનું પાલિકા તંત્ર અને વોટર વર્કસ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.

ભર ઉનાળે પાણીનો કકળાટ સામાન્ય બાબત છે પણ ભરૂચમાં ભર શિયાળે પાણીનો કકળાટ શરૂ થયો છે.ભરૂચ શહેરમાં પાણીની સમસ્યાનો તંત્ર સામે પડકાર ઉભો થયો છે.આગામી ૧૦ દિવસમાં સમસ્યા હલ ન થાય તો ભરૂચમાં જળસંકટ મોટી સમસ્યા તરીકે સામે આવે તો નવાઈ નહિ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.