શહેરો અને હાઈવે સુધી અનેક માર્ગ ઉપર ખાડાઓથી લોકો પરેશાન
ચંદ્ર ઉપરના ખાડા સાથે સરખાવીને સોશ્યલ મીડીયા પર તંત્રની ઉડાવાતી મજાક
(એજન્સી) ગાંધીનગર, રાજયમાં સ્માર્ટ સીટીથી લઈને હાઈવે અને પંચાયતના રસ્તાઓની ભારે વરસાદના કારણે જે દુર્દશા થઈ છે તેને લઈને સોશ્યલ મીડીયામાં ખાડાઓનેે ચંદ્ર પરના ખાડા સાથે સરખાવીને ંતંત્રની ભારે મજાક ઉડાવાઈ રહી છે. વિપક્ષવાળા નગ્ન સત્ય બતાવી રહ્યા છે.
અમદાવાદ, રાજકોટ, જેવા મહાનગરોથી લઈને હાઈવેને જાેડતા રસ્તાઓ, તેમજ હાઈવે પર પણ જે રીતે ખાડા પડ્યા છે એના કારણે શહેરનું કે રાજ્યનુૃ સંબંધિત તંત્ર જંગી ટેક્ષ લઈને પણ શુૃ કેવી કામગીરી કરી રહ્યુ છે તે સવાલ પણ નાગરીકો કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં તો કેટલાંક સ્થળે એટલા મોટા ખાડા પડ્યા છે કે વાહન ચાલકોને એમ જ થાય કે પોતે ઉંટ પર સવારી કરી રહ્યા છે. ઉંટ સવારીનો અહેસાસ માણી રહ્યા છે. અને કમરના મણકાના દુઃખાવા થાય એ તો અલગ જ.
રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા જાણે કે વિકાસ એટલો બધો ગાંડો થયો કે ગાંડા વિકાસમાં જ ગત વર્ષે માર્ગ પરના ખાડાની મરામત કરાવવાની ફરીયાદ કરવા માટે નાગરીકો માટે વૉટસ ઐપ નંબરની જાહેરાત કરાઈ હતી.
જેમાં ૧ર કલાકમાં જ સાત હજાર ફરીયાદો મળી હતી. આ વખતે પણ ઠેર ઠેર જળબંબાકાર સ્થિતિને કારણે સ્ટેટ હાઈવે- પંચાયત અને મહાનગરોમાં પણ સંખ્યાબંધ માર્ગ ઉપર ખાડા પડી ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કેટલાંક પુલની આગળના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે.
અમદાવાદ જેવા સ્માર્ટ સીટી ગણાતા શહેરમાં સંખ્યાબંધ માર્ગ બિસ્માર થઈ ગયા છે. માત્ર એક જ વરસાદના ઝાપટે રસ્તાની પોલ ખુલી જાય છે. શહેરોમાં પાણી ભરાઈરહેતા તકલાદી માર્ગનેે નુકશાન થયુ હતુ. સૌથી વધુ ખરાબ હાલત હાઈવે ઉપરની છે. અનેક સ્થળે એટલા મોટા ખાડા પડ્યા છે કે આખુ વાહન હાલક-ડોલક થાય અને માંડ માંડ પસાર કરી શકાય. આવા રોડ પર જાે બુર્ઝુર્ગ કે દર્દીઓને પસાર થવાનુ આવે તો તેઓને ભારે તકલીફ થઈ જાય.
રાજ્યના માર્ગ મકાન વિભાગ હોય કે શહેરનુૃ જવાબદાર તંત્ર માર્ગનું નિર્માણ નબળી કક્ષાનું કેમ કરાવે છે તે સવાલ નાગરીકો પૂછી રહ્યા છે. તે સાથે જે સ્થળે તાકીદે મરામત ન થઈ શકે અને વરસાદ અટક્યો હોય એવા માર્ગ ઉપરના ખાડા કોંક્રીટ રોડાથી પૂરીનેે અકસ્માત થતાં અટકે કે વાહન વ્યવહાર સરળ રીતે થોડી ઝડપથી ચાલી શકે એવી કામગીરી શરૂ કરવા કોની સુચનાની રાહ જાેવાઈ રહી છે એ એક મોટો સવાલ પણ લોકો ઉભો કરી રહ્યા છે.