Western Times News

Gujarati News

હવે કોઇ પણ દમણ બીચ પર જઇને દારૂ પી શકશે નહીં

વલસાડ, દમણમાં હવેથી જાહેરમાં તમે દારૂનું સેવન નહીં કરી શકો. દમણનાં તમામ બીચ પર દારૂ પીશો તો દંડ કરવામાં આવશે. આ માટે દમણ પોલીસનાં જવાનોએ સાયકલ પર પેટ્રોલિંગ કરવાનું શરૂ કર્યું છે. દારૂ અને કુદરતી સૌદર્યથી ભરપુર એવા પર્યટક સ્થળ દમણમાં ગુજરાત,મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી વાર-તહેવાર, વીક એન્ડ, વેકેશન અને ન્યૂ ઈયર દરમિયાન સહેલાણીઓનો ભારે ધસારો રહે છે. પર્યટકો દમણના બીચ અને જાહેર સ્થળો પર દારૂનું સેવન કરે છે. જે બાદ તેઓ દારૂનાં નશામાં ભાન ભૂલીને સ્થાનિક લોકો કે અન્ય પર્યટકો સાથે રકઝક કરતા સમયાંતરે મારામારી અને અકસ્માતોના બનાવો બનતા રહે છે.

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પહેલા પણ જીલ્લા કલેકટરે થોડા સમય માટે બીચ અને જાહેર સ્થળો પર દારૂના સેવન પર પ્રતિબંધ મુકયો હતો.હવે આ આદેશનો ભંગ કરનારા સામે દંડ વસૂલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં ૧ એપ્રિલથી નેશનલ અને સ્ટેટ હાઇવે પર દારૂના વેચાણ અને બાર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં આ જાહેરનામાના કારણે દીવ અને દમણના ૬૦ ટકાથી વધુ બારને તાળા વાગી ગયા હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.