૬૫ કરોડના ખર્ચે દાણાપીઠ ફાયર સ્ટેશનનું કામ શરૂઃ 10 કરોડનો વધુ ભાવ આપવામાં આવ્યો
આ બિલ્ડિંગનું કામ બે વર્ષમા પૂર્ણ થશે. આ ફાયર સ્ટેશન કમ મલ્ટી લેવલ પાર્કિગ પણ બનશે
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાણાપીઠ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનને તોડી તેના સ્થાને નવા બિલ્ડીંગ બનાવી સાથે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવા માટે ચાર વર્ષ અગાઉ તેમને જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ કોરોનાના કારણે કોન્ટ્રાક્ટરે કામ શરૂ કર્યું ન હતું
ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા ભાવ વધારો માંગવામાં આવ્યો હતો.જેનો શાસકપક્ષ ઘ્વાર સ્વીકાર કરવામાંઆવ્યો નહતો તેથી નવેસરથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં અગાઉના ટેન્ડર કરતા ૧૦ કરોડ નો વધુ ભાવ આપવામાં આવ્યો છે નવા ટેન્ડર જાહેર થયા બાદ પણ સમયસર કામ શરૂ થયું ન હતું જેના કારણે આસપાસના વેપારીઓએ તેનો પાર્કિંગ તરીકે ઉપયોગ શરૂ કર્યો હતો. હવે જુના ફાયર સ્ટેશનના સ્થાને નવું ફાયર સ્ટેશન બનાવવા માટેનું કામ શરૂ થઈ ગયું છે જેમાં મલ્ટી લેવલ પાર્કિંગ પણ બનાવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠની પાસે આવેલા ૮૦ વર્ષ જૂનું ફાયર સ્ટેશન તોડી અને ત્યાં ફાયર સ્ટેશન, સ્ટાફ ક્વાર્ટર્સ અને મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવા માટે કામ શરૂ થયું છે. અંદાજે રૂ. ૬૫ કરોડના ખર્ચે તૈયાર થનાર આ બિલ્ડિંગ નું કામ બે વર્ષમા પૂર્ણ થશે.
આ ફાયર સ્ટેશન કમ મલ્ટી લેવલ પાર્કિગ પણ બનશે. ૩૦૩ ફોર વહીલર અને ૨૨૨ ટુ વહીલર પાર્ક થઈ શકશે. આ ઉપરાંત પાર્કિંગમાંથી સીધા દાણાપીઠ ઓફિસમાં પહોંચી શકાય તે માટે પેડેસ્ટ્રીઅનબ્રિજ પણ બનાવવામાં આવશે. ફાયર સ્ટેશનમાં તમામ આધુનિક સુવિધાઓ સાથેનું ફાયર સ્ટેશન બનાવવામાં આવશે
આ ઉપરાંત ફાયર અધિકારીઓ અને તેમના સ્ટાફને રહેવા માટે કવાટર્સ પણ બનશે. ૨૮૦૦૦ ચોરસ મીટર જગ્યામાં બે વર્ષમાં આ ફાઇલ્સ સ્ટેશન અને મલ્ટી લેવલ પાર્કિંગ બનીને તૈયાર કરવામાં આવશે તેવો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૮-૧૯માં આ પ્રોજેક્ટની કિંમત રૂપિયા ૫૦ થી ૫૨ કરોડની આસપાસ હતી પરંતુ નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીની મંજૂરી અને અન્ય વિવાદો ને લઈ અને હવે ૬૫ કરોડની આસપાસ આ પ્રોજેક્ટ પહોંચશે.