ખલાસી ત્રિપુટી સાથે દાંડિયા ક્વિને પહેલું ગુજરાતી રેપ સોન્ગ બનાવ્યું
અમદાવાદ, દાંડિયા ક્વિન તરીકે ઓળખાતાં ફાલ્ગુની પાઠકે પહેલી વખત ગુજરાતી રેપ સોન્ગ પર હાથ અજમાવ્યો છે. ગુજરાતી રેપ સોન્ગ ‘ ગોતી લો…ખલાસી’ને દુનિયાભરના ગુજરાતીઓની જીભે રમતું કરી દેનારી ત્રિપુટી સાથે મળીને ફાલ્ગુનીએ ‘શબદના રંગારા’માં પ્રથમ વખત રેપ સોન્ગ ગાયું છે.
અસંખ્ય ગુજરાતી હિટ લોકગીતો પાછળના પ્રતિકાત્મક અવાજે રંગારા સાથે ફાલ્ગુનીએ તેમનાં સંગીત પ્રવાસમાં રોમાંચક વળાંક આપ્યો છે. ફાલ્ગુની પાઠક તેમનાં હિટ ગરબા ગીતો માટે પ્રસિદ્ધ છે, જ્યારે આદિત્ય ગઢવી ગુજરાતી અવાજનો લોકપ્રિય ચહેરો છે.
સૌમ્ય જોષીએ નવી અને જૂની પેઢીની સંવેદનાને ખૂબ સહજતાથી ઝણઝણાવી જાય છે. ગુજરાતી ગીત-સંગીતના કસબીઓએ ‘શબદના રંગારા’માં સાથે કામ કર્યું છે ત્યારે આ અંગે રોમાંચને રજૂ કરતાં ફાલ્ગુનીએ કહ્યું હતું, “વાસ્તવમાં મારે માટે આખું ગીત પડકારજનક હતું, “ “આ ગીત અલગ છે. હા, આનું કારણ હું સામાન્ય રીતે લોકગીતો ગાઉં છું. અને આ ગીત અલગ છે. અને હું ખરેખર તે ગાવા માગતી હતી.
આ ગીત સાવ અલગ છે. આ શબ્દોનું પ્રોજેકશન છે, તેમાં ટ્યુન છે, તેમાં હાર્મની છે, તે સંગીત ધરાવે છે, તે લય ધરાવે છે. અને ખાસ કરીને આ વખતે આ મારી સાથે રૅપ ગીત છે. મારા સંપૂર્ણ જીવનમાં પહેલી વાર મેં રૅપ ગીત ગાયું છે.” સૌમ્ય જોષીની મારફાડ સંવેદના, આદિત્ય ગઢવીનો ગુજરાતી જુસ્સો અને ફાલ્ગુનીનો સિગ્નેચર સ્વેગ ગુજરાતી ગીતમાં પરંપરા અને નાવીન્યતાને સાથોસાથ લાવે છે.
તેમાં લાગણીઓની ઝરમર સાથે શેરબજાર, અખો, મેઘાણીની વાત છે. ફાફડા-પાપડી જલેબી સાથે પડતી સવારને યાદ કરવાનું પણ વિસરાયું નથી. છેલ્લા ત્રણ દાયકાથી સંગીત ઉદ્યોગમાં બોલબોલા ધરાવતી ફાલ્ગુની પાઠક દાંડિયાની નિર્વિવાદ ક્વીન છે, જે ‘ખલાસી’ ત્રિપુટી સાથે ગુજરાતી સંગીતને સંપૂર્ણ નવી ઊંચાઈએ લઈ જવા માટે સુસજ્જ જણાય છે.SS1MS