ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાને જાેડતી બસ શરૂ થતાં લોકોમાં ખુશી
(ડાંગ માહિતી ) આહવા, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉતે પ્રજાની માંગને ધ્યાને લઇ જિલ્લાના ત્રણેય તાલુકાને જાેડતી બસ સેવાનો પ્રાંરભ કરાવ્યો હતો.
ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકા મથકોને જાેડતી એસ.ટી બસ સેવા શરૂ થતા નોકરિયાત ધંધાર્થી તેમજ જાહેર મુસાફરોમા ખુશીની લાગણી છવાઇ છે. આ બસ બપોરે ૩ઃ૧૫ કલાકે આહવા થી વાયા ધરમપુર થઈ વલસાડ, અને પરત વાંસદા રાત્રી મુકામ કરી, સવારે વાંસદા થી ૬ઃ૧૫ કલાકે ડાંગ જિલ્લાના વઘઇ આહવા થઈ સુબીર સુધી જશે, અને સુબીર થી ૦૯ઃ૦૦ કલાકે ઉપડી, આહવા વઘઇ થઈ વાંસદા સુધી જશે.
આ બસ સેવા ડાંગ જિલ્લાના ત્રણે તાલુકાના સુબીર, આહવા, અને વઘઇ તાલુકાના નોકરિયાત ધંધાર્થી તેમજ જાહેર મુસાફરો ને ખુબજ ઉપયોગી સાબીત થશે તેમ, શ્રીમતી કમળાબેન રાઉતે આ પ્રંસગે જણાવ્યુ હતુ. આ ઉપરાંત શ્રીમતી રાઉતે આહવા-વલસાડ નવીન બસને પણ આહવા બસ ડેપોથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.
એસ.ટી તંત્ર આહવા, ડાંગ જિલ્લાના તમામ મુસાફરોને અનુકૂળ અને ઉત્તમ સેવાઓ આપવા કટીબદ્ધ છે, તેમ આહવાના ડેપો મેનેજર શ્રી કિશોરભાઈ પરમારે જણાવ્યુ હતુ.