Western Times News

Gujarati News

ચીનમાં ચામાચિડીયામાં ફરી મળ્યો ખતરનાક વાયરસ

વુહાન,  ચીનના વુહાનમાંથી આવેલ કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં તબાહી મચી ગઈ છે. હજુ સુધી સમગ્ર વિશ્વને કોરોના મહામારીમાંથી મુક્તિ મળી નથી. અનેક દેશોમાં કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ચીને સમગ્ર વિશ્વ માટે ફરી એકવાર જાેખમનું એલર્ટ આપી દીધું. વૈજ્ઞાનિકોને ચીનના ચામાચિડીયામાં એક નવો વાયરસ સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે. આ વાયરસ કોરોના જેવો જ છે. ચિંતાની વાત એ છે કે, આ વાયરસ માણસોમાં પણ ફેલાઈ શકે છે.

બ્રિટીશ ન્યૂઝપેપર મિરર અનુસાર, ચીન અને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ લાઓસ અને મ્યાનમારની સીમાને અડીને આવલ યુન્નાન પ્રાંતમાંથી ૧૪૯ ચામાચિડીયાના નમૂના લીધા છે. આ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ ચામાચિડીયામાં પાંચ નવા વાયરસ સામે આવ્યા છે, જે માણસો અને પશુઓમાં પણ ફેલાઈ શકે છે. આ એક એવો વાયરસ છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯નું સંક્રમણ ફેલાયું હતું.

સિડની યુનિવર્સિટીમાં એક વિકાસવાદી જીવવિજ્ઞાની અને વાયરોલોજિસ્ટ તથા રિપોર્ટના કો-રાઈટર પ્રોફેસર એડી હોમ્સે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે ચામાચિડીયામાં હજુ પણ SARS-COV-૨ જેવા વાયરસ જાેવા મળી રહ્યા છે. કોરોના વાયરસની જેમ આ વાયરસ ફેલાવવાનું પણ જાેખમ જાેવા મળી રહ્યું છે. સંશોધનકર્તાઓએ એક વારમાં જ ચામાચિડીયાને સંક્રમિત કરતા અનેક વાયરસ શોધી લીધા છે. BTSY૨માં સ્પાઈક પ્રોટીનનો મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે, જે કોવિડ જેવી માનવ કોશિકાઓ પર હુમલો કરે છે.

જેના પરથી કહી શકાય કે, આ વાયરસ માણસોમાં પણ ફેલાઈ શકે છે. યુન્નાન પ્રાંતમાં પહેલેથી જ અનેક રોગજનક વાયરસ મળી આવ્યા છે, જેમાં SARS-COV-૨ પણ શામેલ છે. જેમ કે, બેટ વાયરસ ઇટ્ઠ્‌ય્૧૩૧૩ અને RPY NO.૬૧૪. આ વાતના પહેલેથી જ અનેક પુરાવા મળી આવ્યા છે કે, SARS-COV-૨ ચામાચિડીયામાં મળી આવ્યો હતો.

આ પૈંગોલિન એક સ્તનપાયી માધ્યમથી મનુષ્યોમાં ફેલાઈ શકે છે. આ વાયરસનો ચેતવણી તરીકે સ્વીકાર કરવો જાેઈએ. હાલમાં અનેક એવા વાયરસ છે, જેના કારણે લોકો સંક્રમિત થયા છે અને ગંભીર પરિણામોનો સામનો પણ કર્યો છે. કોરોના બાદ સતત કામધંધાથી લઈ તમામ જીવનને મોટા પાયે અસર થઈ છે. ત્યારે હવે આ પ્રકારના સમાચારથી સ્વાભાવિક રીતે જ લોકોમાં ફફડાટ જાેવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.