Western Times News

Gujarati News

સરકારી યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચાડવાનું દપાડા ગ્રામ પંચાયતનું લક્ષ્ય

(પ્રતિનિધિ) સેલવાસ, ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ પંચાયતી રાજના નિર્દેશ મુજબ તથા પંચાયતી રાજ અને રૂરલ ડેવલપમેન્ટ સેક્રેટરી દાદરા નગર હવેલી અને દમણ- દીવ અને જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારીના આદેશ મુજબ આજે ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’- ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન (જીપીડીપી) અભિયાન અંતર્ગત સરપંચ શ્રી છગનભાઈ એસ. માહલાની અધ્યક્ષતામાં દપાડા ગ્રામ પંચાયતની ગ્રામસભા મળી હતી.

જેમાં દાનહ જિલ્લા પંચાયતના દપાડા વિભાગના સભ્ય શ્રી રમેશભાઈ એસ. માહલા, દાનહ જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારી શ્રી મિથુન રાણા, સાયલી ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યો તથા એનઆરએલએમ વિભાગ, ઉચ્ચ માધ્યમિક અને ટેક્નીકલ એજ્યુકેશન વિભાગ, પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારી, બેંક ઓફ બરોડાના અધિકારી, પીડબ્લ્યુડી વિભાગ, પશુપાલન વિભાગ, ખેતી નિયામક વિભાગ, એસ.સી., એસ.ટી. કોર્પોરેશન, દપાડા ગ્રામ પંચાયતનો સ્ટાફ તથા આંગણવાડી કામદારો, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો તેમજ દપાડા પંચાયતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ગ્રામસભામા સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી ગામના જરૂરિયાતમંદ લોકો સુધી સફળતાથી પહોંચાડી તેઓને આ યોજનાઓનો લાભ સળરતાથી મળી રહે એ રીતે લાગુ કરી ગામ સમૃદ્ધ અને તંદુરસ્ત બને તે બાબતે ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ ૨૦૨૩-’૨૪ માટે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન(જીપીડીપી) ગ્રામજનોની સમક્ષ રજૂ કરી તેને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.