ભાભર હાઈવે પર વાહનને સાઈડ ન આપવાના મામલે દરબાર અને ઠાકોર સમાજ વચ્ચે તકરાર

પ્રતિકાત્મક
વિફરેલા ટોળાએ દુકાનો બંધ કરાવીઃ ધારિયા અને લાકડી વડે હુમલો કરાતા પાંચને ઈજા
ભાભર, ભાભર હાઈવે વાવ સર્કલ પાસે દરબારો અને ઠાકોર સમાજના માણસો વચ્ચે પોતાના વાહનોને સાઈડ નહી આપવાના કારણે ઝઘડો થયો હતો તેના અનુસંધાને મોડી સાંજે તકરારનું પુનરાવર્તન થતાં હાઈવે ઉપર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. તકરાર દરમિયાન ધારિયા, લાકડી જેવા હથિયારોથી ભાભર તાલુકાના ખડોસણ ગામના પાંચ ઈસમો ઘાયલ થયા હતા.
ઈકો ગાડીમાં આવેલ ઠાકોર સગ્રામજી, મોતીજી, મીઠાજી સગ્રામજી, વિક્રમજી સગ્રામજી, નવઘણજી સગ્રામજી, મુકેશજી ઠાકોરને નિશાન બનાવ્યા હતા. આ મારામારી થતા દિયોદર એ.એસ.પી. સુબોધ માનકરને જાણ થતા ડીવીઝનની પોલીસ સ્ટાફ ગોઠવી દેતા પરિસ્થિતિને કાબૂ કરી હતી.
ઘાયલોને ભાભર સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જતાં ડોકટરે તેમના સ્ટાફ સાથે સારવાર આપી વધુ સારવાર અર્થે રીફર કર્યા હતા. આમ આ ઘટનાને લઈ ઠાકોર સમાજમાં આક્રોશ ફેલાતા આસપાસના ગામોમાંથી ઠાકોર યુવાનો અને આગેવાનો ભાભર ખાતે એકઠા થયા હતા અને ભાભરને બાનમાં લઈ બજારો બંધ કરાવી લારી-ગલ્લાવાળાઓને નુકશાન કરી ઈજાઓ કરી હતી.
એસ.પી. માનકરે જણાવ્યું હતું કે, કાયદો વ્યવસ્થાને અસર કરનારને બક્ષવામાં નહિ આવે. ફરીયાદી મુકેશભાઈ સગ્રામભાઈની ફરિયાદ આધારે હુમલો કરનાર બાવનસિંહ વિષ્નુભા રાઠોડ, પિન્ટુભા ઝાલા વગેરેએ એકસંપ થઈ, ફરિયાદીની ગાડીને ઓવર ટેક કરી આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને માથાના
તથા શરીરના વિવિધ ભાગે ધારદાર હથિયારોથી ગંભીર ઈજાઓ પહોંચાડી ઉશ્કેરણી કરી ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી તથા સાહેદોને માર મારતાં ભાભર પોલીસે રાયોટીંગ જેવી કાર્યવાહી કરેલ છે. જયારે ઠાકોર સમાજના ટોળાએ નુકશાન તથા મારામાર કરતાં ભાભરના દરબારો ભાર પોલીસ સ્ટેશનએ રજુઆત કરવા આવ્યા હતા.