અમદાવાદના દરિયાપુરમાં સૌથી વધુ ૧૧ ફોર્મ કેન્સલ થયા

એફિડેવિટમાં ભૂલ, ટેકેદાર હાજર ન થતાં ૮૪ ફોર્મ રદ!
(એજન્સી) અમદાવાદ, વિધાન સભાની વર્તમાન ચૂૃટણીમાં ઉત્સુક ઉમેદવારોએ ભરેલા ફોર્મમાં ટેકેદારો અને એફિડેેવિટમાં ભૂલ થતાં પ૪ ઉમેદવારોએ ચૂંટણી લડવા ર૦ર૭ની રાહ જાેવી પડશે. પાર્ટીનુૃ મેન્ડેન્ટ નહીં મળવાના કારણેેેે પણ ઉમેદવારી ફોર્મ રદ થયા છે.
ઉમેદવારો વિરોધ કરીનેેે ચૂંટણી પંચમાં ફરીયાદ કરે છે. પ્રત્યેક ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ થવાના કિસ્સામાં વિવાદો સર્જાય છે. ચૂંટણી પંચ સમક્ષ ફરીયાદો થતી રહે છે. પરંતુ ચૂંટણી પૂરી થઈ ગયા પછી તે વિવાદ સમેટાઈ જાય છે. કોર્ટ કેસ થાય તો જ તે બેઠક ચર્ચામાં રહે છે.
સૌથી વધુ દરિયાપુરમાં ૧૧ ફોર્મ અને વેજલપુરમાં ૧૦ ફોર્મ રદ થયા છે. સૌથી મહત્ત્વના કારણોમાં ટકેદારો હાજર નહીં થવાના કારણે અંતિમ સમય બદલાઈ જતાં તેમજ ટેકેદારોના નામમાં ભૂલ થવાના લીધે અને તેમના પુરાવા લીધે ફોર્મ રદ થવાના વધુ કારણો છે.
આ ઉપરાંત ટેકેદારો ઉમેદવારની વિધાનસભાની નહીં હોઈ અન્ય વિધાનસભાના હોવાથી પાર્ટીનુૃં મેન્ડેટ નહીં મળવાના લીધે સહિતના કારણોથી ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.