કોમિક ટાઈમિંગ અને કાપુરિયા લહેકો સાથે દર્શકોને પેટ પકડાવીને હસાવે છે, દરોગા હપ્પુ સિંહ
જન્મદિવસ પર યોગેશ ત્રિપાઠી મનોરંજન ઉદ્યોગમાં તેના નોંધપાત્ર પ્રવાસ વિશે વાતો કરે છે!
યોગેશ ત્રિપાઠી હાલમાં એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટન પલટનમાં દરોગા હપ્પુ સિંહની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. મોજીલો, મોટી ફાંદવાળો હપ્પુ સિંહ, તેના અતુલનીય કોમિક ટાઈમિંગ, કાપુરિયા લહેકો અને બોલીભાષા સાથે દર્શકોને પેટ પકડાવીને હસાવે છે, જેને લઈ તે દર્શકોનો ફેવરીટ બની ગયો છે.
તેની અસાધારણ અભિનય પ્રતિભાને લઈ તેનો મોટો ચાહકવર્ગ ઊભો થયો છે અને લાખ્ખો દર્શકોનાં મનને સ્પર્શે છે. તેના જન્મદિવસ પર મજેદાર વાર્તાલાપમાં આ અભિનેતા અભિનય માટે તેના પ્રેમ વિશે વાત કરે છે અને મનોરંજન ઉદ્યોગમાં તેનો નોંધપાત્ર પ્રવાસ પ્રદર્શિત કરે છે.
1. આ વર્ષે તમારા જન્મદિવસની ઉજવણી કઈ રીતે કરશો?
જન્મદિવસ પર મને વહાલાજનો જોડે રહેવાનું અને એકત્ર સ્વાદિષ્ટ ભોજન માણવાનું ગમે છે. ખાદ્યપ્રેમી માટે ઉત્તમ ખાણીપીણી સાથે ઉજવણી કરવાની બીજી સારી રીત કઈ હોઈ શકે? મેં મારી પત્નીને મારી ભાવતી વાનગીઓની યાદી આપી છે અને તે મારા સ્વાદને પહોંચી વળવા માટે રોમાંચિત છે.
આ પછી અમે નજીકના મોલમાં જઈશું, જ્યાં બાળકો ગેમ ઝોનમાં મોજ કરી શકે, જે મારી બાળપણની યાદો તાજી કરે છે. આખરે અમે ઉજવણી માટે અમારી ફેવરીટ રેસ્ટોરાંમાં અમુક નિકટવર્તી મિત્રો સાથે મોજમસ્તી કરીએ છીએ.
2. હપ્પુ કી ઉલટન પલટનના તમારા ઓન-સ્ક્રીન પરિવાર સાથે તમારી યોજના શું છે?
મારો ઓન-સ્ક્રીન પરિવાર મારે માટે વિસ્તારિત પરિવાર જેવો છે. અમે ચાર વર્ષથી એકત્ર છીએ અને તેમના વિના ઉજવણી પૂરી નહીં થઈ શકે. આશ્ચર્યકારક રીતે હું તેમને માટે કશું પણ આયોજન કરતો નથી, કારણ કે તેઓ નિયોજન કરે છે અને મને દર વર્ષે સરપ્રાઈઝ આપે છે. મારા સહ- કલાકારો હોય કે ક્રુ, બધા જ મારા જન્મદિવસ પર મને અસાધારણ લાગણી મહેસૂસ કરાવે છે. હું આ વર્ષે શૂટિંગમાં હોવાથી તેમના સેટ પર દિવસ કઈ રીતે વીતે છે તેઓ આ જન્મદિવસ યાદગાર બનાવવા માટે કાયમી યાદગીરી બનાવવા શું કરે થે તે જોવા ઉત્સુક રહું છું.
3. કારકિર્દી તરીકે અભિનય પસંદ કરવાનું શું કારણ?
અભિનય માટે મારી લગની યુવા ઉંમરથી છે. મારા સ્કૂલના બ્રેકમાં મેં અનેક કલાકો માટે મારી માતા સાથે ફિલ્મ જોતો ત્યારે મને શું કરવાનું છે તે ખોજ કર્યું હતું. મારા ઊંડાણમાં અભિનયમાં કારકિર્દી ઘડવી છે એવું ભાન થયું હતું. આથી હું લખનૌ પહોંચ્યો જ્યાં રંગમંચ અને ગલીઓમાં નક્કડ નાટિકા વગેરે અનેક વર્ષ સુધી કરતો. તે સમયથી અભિનેતા તરીકે મારો પ્રવાસ આકાર લેવા લાગ્યો હતો.
4. કલાકાર તરીકે તારી સફળતાની અંગત રીતે શું વ્યાખ્યા કરે છે?
કલાકાર તરીકે અમારું લક્ષ્ય સહભાગી થવાનું અને અમારા દર્શકો પર કાયમી છાપ છોડવાનું હોય છે. અમને પ્રતિસાદમાં સરાહના મળે ત્યારે અમે કેટલી સફળતા હાંસલ કરી છે તેનું ભાન થાય છે. દરોગા હપ્પુ સિંહના પાત્ર ભજવવાથી જે લોકપ્રિયતા પ્રાપ્ત થઈ તે પરથી મને આ ભાન થયું છે. હાલમાં ટેલિવિઝન પર આ એકમાત્ર એવું પાત્ર છે જે બે શોમાં સાગમટે આવે છે. કલાકાર તરીકે આ સિદ્ધિ નોંધપાત્ર છે, જે મને ગૌરવજનક મહેસૂસ કરાવે છે.
5. અભિનયનું કયું પાસું તને સૌથી વધુ ખુશી આપે છે?
મારા દર્શકોના ચહેરા પર સ્મિત લાવવાથી મને સૌથી વધુ ખુશી મળે છે. ચહેરો વિચિત્ર કરવો, હાવભાવ કે જોક્સ પૂરતું આ સીમિત નથી. આ રિલેટેબલ અવસરો અને ઊંડાણથી સ્પર્શતા ડાયલોગ ઘડવાની વાત છે. અમારો શો હપ્પુ કી ઉલટન પલટને આ સુંદર રીતે સિદ્ધ કર્યું છે. દરેક પાત્રનું અજોડ વ્યક્તિત્વ અને તકિયાકલામ દર્શકો સાથે સુંદર રીતે જોડાણ સાધ્યું છે, જે નિરંતર મનોરંજન આપે છે. અમે અમારા દર્શકોના જીવનમાં ભરપૂર ખુશી અને હાસ્ય ફેલાવવા માટે માધ્યમ છે તે માટે પોતાને બહુ ભાગ્યશાળી માનીએ છીએ.
6. તારી કારકિર્દીમાં હમણાં સુધીની તારી ફેવરીટ ભૂમિકા કઈ રહી છે?
નિઃશંક રીતે તે દરોગા હપ્પુ સિંહ જ છે. આ ભૂમિકાએ મને સન્માન, સંપત્તિ અને દર્શકો પાસેથી વહાલ અને પ્રોત્સાહનની કીમતી ભેટો આપી છે. મને આ તક મળી તે માટે ભાગ્યસાળી છું અને હું મારા દર્શકોનું મનોરંજન કરવા અને તેમને મોહિત કરવા માટે કોઈ કસર બાકી નહીં રાખીશ.
7. અત્યંત લોકપ્રિય પાત્ર સાથે કોઈ પડકારો આવ્યા છે?
અભિનયમાં કોમેડી આસાન લાગે છે. દરોગા હપ્પુ સિંહ જેવા અવિસ્મરણીય પાત્રો નિર્માણ કરવા સાથે ઘણાં બધાં પરિબળો સંકળાયેલાં છે. પડદા પર કોમેડી ભજવવી તે હંમેશાં પડકારજનક હોય છે. ખાસકરીને રિટેક્સ વચ્ચે ઉત્તમ કોમેડી ટાઈમિંગ જાળવવા સમયે. હાસ્યને આંશિક નિપુણતાથી લાવી શકાય છે, પરંતુ કલાકાર તરીકે અમે શ્રષ્ઠતમ માટે ભાર આપીએ છીએ. ઉપરાંત અનેક કલાકો સુધી પ્રોસ્થેટિક્સ અને મૂછો સાથે શૂટિંગ પડકારજનક નીવડી શકે છે, પરંતુ હવે હું તેનાથી ટેવાઈ ગયો છું. મને મારી ભૂમિકા માટે તૈયારી કરવાનું, વાળ અને મેકઅપ કરવાનું ગમે છે અને ડાયરેક્ટર એકશન કહે તેની ઉત્સુકતાથી વાટ જોતો રહું છું.
8. શું શોમાં કેમિયો આટલો લાંબો ચાલશે એવું લાગ્યું હતું?
“ભાભીજી ઘર પર હૈ”માં કેમિયો માટે મારી પસંદગી કરાઈ ત્યારે હું ભારે રોમાંચિત થઈ ગયો હતો. ટીવી પર મને ગમતા પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવા મળવું તે અતુલનીય લાગણી બની શકે છે. મારા જીવનમાં આ ભૂમિકા આવશે અને મને આટલી બધી નામના અપાવશે એવું ક્યારેય ધાર્યું નહોતું. દરોગા હપ્પુ સિંહની ભૂમિકા મળી તે નસીબની વાત છે અને મને તે મળી તે માટે આભારી છું. દર્શકો પાત્ર સાથે તુરંત જોડાઈ ગયા છે. તેમની સાથે મારું તુરંત જોડાણ સધાયું છે. હપ્પુના બેજોડ કોમિક ટાઈમિંગ, મોજીલા તકિયાકલામ અને અજોડ મોટી ફાંદવાળા દેખાવે તેમનું ધ્યાન ખેંચ્યું છે.