અસારવા બેઠક પર દર્શનાબેન વાઘેલાની જીત
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આજે સવારના ૮ કલાકથી ગણતરી ચાલી રહી છે, ત્યારે ભાજપે જીતનું ખાતું ખોલ્યું છે. ભાજપે અસારવા બેઠક પર જીત મેળવી જીતની શરૂઆત કરી છે. અહીં મહિલા ઉમેદવાર દર્શનાબેન વાઘેલાએ જીત નોંધાવી છે.
અમદાવાદની અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શનાબેન વાઘેલની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર વિપુલ પરમાર મેદાને હતા.
નોંધનીય છે કે, આ બેઠક પર ૧,૨૩,૩૯૧ વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર ૫૬.૫૯ ટકા મતદાન થયું હતું.
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન ૬૩.૩૧ ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન ૬૫.૩૦ ટકા નોંધાયું છે.
આ બંનેનું સરેરાશ મતદાન ૬૪.૩૩ ટકા થયું છે. ૨૦૦૭ બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જાેઇએ તો, ૨૦૦૭માં ૫૯.૭૭%, ૨૦૧૨માં ૭૨.૦૨% અને ૨૦૧૭માં ૬૯.૦૧% મતદાન નોંધાયું હતુ.
આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર ૮૦ ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે ૭૦ ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે.
૬૦થી ૬૯ ટતા મતદાન નોંધાયું હોય તેવા ૨૨ જિલ્લા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર ૫૯.૦૫ ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ ૮૬.૯૧ ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું ૪૭.૮૬ ટકા મતદાન થયું છે.SS1MS