Western Times News

Gujarati News

દશેરાના દિવસે ગુજરાતમાં 10 હજાર ગાડીઓ અને 15 હજારથી વધુ ટુ-વ્હીલર વેચાયાં

પ્રતિકાત્મક

અમદાવાદમાં ૨૨૦૦ જેટલી ફોર વ્હીલરનું વેચાણ-દશેરાના દિવસે મર્સિડિઝ-BMW-ઔડી સહિત ૧૦૦થી વધુ અલ્ટ્રા-લક્ઝુરિયસ કારનું વેચાણ

અમદાવાદ, દશેરાના દિવસે અમદાવાદમાં વાહનોના વેચાણમાં ગત વર્ષની તુલનામાં ૩૦થી ૩૫%નો વધારો જાેવા મળ્યો છે. શહેરના વિવિધ શોરૂમમાંથી ૬૧૦૦ ટુ-વ્હીલર અને ૨૨૦૦ જેટલાં ફોર-વ્હીલરનું વેચાણ થયું છે. અમદાવાદમાં વાહનોના શો- રૂમમાં વાહનોની ડિલિવરી લેવા સવારથી જ ભીડ જાેવા મળી હતી.

ફેડરેશન ઓફ ઓટો ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ પ્રણવ શાહે જણાવ્યું હતું કે, આજે દશેરાના દિવસે ૬૧૦૦ ટુ-વ્હીલર અને ૨૨૦૦ જેટલાં ફોર-વ્હીલર છૂટ્યાં છે. નવરાત્રિમાં પણ લોકો વાહનોની ખરીદી કરતા હોય છે.

દશેરા સુધીમાં ૧૧,૫૦૦ જેટલાં ૨ વ્હીલર અને ૩૫૦૦ ફોર વ્હીલર વેચાયાં છે. જાેકે ઈલેક્ટ્રિક વ્હીકલમાં ગત વર્ષ કરતાં આ વખતે થોડો વેચાણમાં ઘટાડો જાેવા મળ્યો છે. જેનું કારણ ઈલેક્ટ્રિક વ્હીકલમાં ફાયર થવાના બનાવો હોઈ શકે છે.
દશેરા નિમિત્તે વડોદરા શહેરમાં ૭ મર્સિડિઝ, ૧૫ BMW સહિત ૨૩૦૦ કાર અને ૪ હજાર ટુ વ્હીલરનું વેચાણ થયું છે.

જેની અંદાજિત કુલ કિંમત ૧૭૦ કરોડ રૂપિયા જેટલી થાય છે. નવરાત્રિ અને તેમાં પણ ખાસ દશેરાએ શુભ મૂહુર્તમાં વાહન ખરીદીવાનો ટ્રેન્ડ રહ્યો છે. વડોદરામાં અટલાદરા વિસ્તારમાં આવેલ મર્સિડિઝના શો રૂમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર પ્રતીક કંસારાએ જણાવ્યું હતું કે, નવરાત્રિ અને દશેરામાં શહેરમાં કુલ ૭ મર્સિડિઝનું વેચાણ થયું છે. બીજી તરફ વડોદરામાં BMWના શો રૂમના ઉમંગ જાેશીએ જણાવ્યું હતું કે શહેરમાં કુલ ૧૫ BMW કાર વેચાઇ છે.

ટુ-વ્હીલર ક્ષેત્રે અગ્રણી નિખિલ ચાવલાએ જણાવ્યું હતું કે શહેરમાં અંદાજિત ૪ હજાર ટુ-વ્હીલરનું વેચાણ થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ટુ-વ્હીલરના વેચાણમાં ૧૫% જેટલો વધારો નોંધાયો છે. આમ વડોદરા શહેરમાં મોંઘી સહિત મધ્યમ કિંમતની કાર, ટુ વ્હીલર સહિત કુલ અંદાજિત ૧૭૦ કરોડ રૂપિયાનાં વાહનોનું વેચાણ થયું છે. ગત વર્ષે નવરાત્રિ દરમિયાન વડોદરા શહેરમાં ૫૭૦૦ વાહન વેચાયાં હતાં.

સુરતમાં દશેરાના દિવસે ૨૫૦૦ કરતાં વધુ ટુ-વ્હીલર અને ૧૨૦૦ કરતાં વધુ ફોર વ્હીલરનું વેચાણ થયું છે. આજે સવારથી જ શો રૂમમાં ડિલિવરી લેનારાઓની ભીડ જાેવા મળી હતી. સુરત શહેરમાં આજે ડિલિવરી માટે જે બુકિંગ થયું હતું. તેના આંકડા સામે આવી રહ્યા છે. શહેરમાં આ વખતે ગાડીઓનું વેચાણ ખૂબ સારા પ્રમાણમાં થયું છે. દક્ષાબેન સુતરિયાએ જણાવ્યું કે અમે ગાડીનું બુકિંગ પણ શુભ મુહૂર્તમાં કર્યું હતું અને તેની ડિલિવરી પણ દશેરાના દિવસે જ લીધી છે.

શો રૂમના માલિક હેમંત જૈને જણાવ્યું કે અમારે ત્યાં પ્રથમ નવરાત્રિથી જ વાહનોની બુકિંગ પ્રમાણે ડિલિવરી આપવાની શરૂ થઈ ગઈ હતી. અમને અણસાર આવી ગયો હતો કે આ વખતે નવરાત્રિ દરમિયાન ગાડીનું વેચાણ ખૂબ સારી રીતે થશે અને સમગ્ર શહેરમાં તમામ શો રૂમોમાં ગાડીઓનું સારું એવું વેચાણ થયું હતું.

રાજકોટમાં ઓટોમોબાઈલ શો રૂમના ઝ્રઈર્ં સંદીપ ખરસરિયાના જણાવ્યા મુજબ રાજકોટમાં ઓલ ઓવર ૧૫૦૦ જેટલાં ફોર વ્હીલરની ડિલિવરી થઈ હતી. નવરાત્રિના નવ દિવસમાં અમે ૭૫૦થી વધુ કારની ડિલિવરી કરી છે. દશેરાના દિવસની વાત કરીએ તો લગભગ ૧૫૦૦ ફોર-વ્હીલરની ડિલિવરી છે.

અમે બન્ને ડીલર ભેગા થઈ એક જ દિવસની અંદર ૨૨૫થી વધુ ફોર-વ્હીલર દેવાના છીએ. આખી નવરાત્રિ દરમિયાન અમે ૭૫૦થી વધુ ફોર-વ્હીલરની ડિલિવરી કરી છે. રાજકોટમાં ઓડી શો રૂમના જનરલ મેનેજર ઋષિત બાણુદરિયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં ૭૫ લાખની કિંમતની બે કારની ડિલિવરી કરવામાં આવી છે.

નવરાત્રિના નવ દિવસ દરમિયાન ૭ ગાડીની ડિલિવરી કરવામાં આવી છે. મર્સિડિઝ શો રૂમના મધુસૂદનભાઇ રાજાણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં ૫ કારની ડિલિવરી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન કુલ ૧૨ ગાડીની ડિલિવરી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.