વાપીમાં તા. ૧૨-૧૩ ઓક્ટો.એ ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ વલસાડ’ કાર્યક્રમ યોજાશે
(પ્રતિનિધિ) વાપી, રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વાઇબ્રન્ટ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થતાં તેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ ‘‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ વલસાડ’’નું આયોજન ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રીકટની થીમ હેઠળ રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં હાથ ધરાયું છે.
જે અંતર્ગત તા. ૧૨ ઓક્ટોબરને સવારે ૧૦ કલાકે વલસાડ જિલ્લાનો ‘‘વાઈબ્રન્ટ ગુજરાત- વાઈબ્રન્ટ વલસાડ’’ કાર્યક્રમ વાપી ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તેમજ રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ દેસાઈના મુખ્ય મહેમાન પદે યોજાશે.
સ્થાનિક ઉધોગોને અને ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૨ અને ૧૩ ઓક્ટોબરના રોજ યોજાનાર આ સમિટ અંગે માહિતી આપતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઉદ્યોગ અધિકારી અને મેનેજર (આર.એમ.) વાય.ટી.પાવાગઢીએ જણાવ્યું કે,
આ કાર્યક્રમમાં જિલ્લાના ઉદ્યોગકારો અને નવા રોકાણકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે. ગુજરાત સરકારની ઉદ્યોગોને લગતી પ્રાત્સાહન યોજના, આર્ત્મનિભર યોજના, ઈન્ડ્રસ્ટીયલ અને ટેક્સટાઈલ પોલીસી તેમજ ઝીરો ઈફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફીકેશન અને પ્રધાનમંત્રીશ્રી માઈક્રો ફૂડ પ્રોસેસીંગ યોજના,
નવા ઈનોવેશન માટેની સ્ટાર્ટઅપ યોજના, બેંક ફાયનાન્સ, ગર્વમેન્ટ ઈ માર્કેટીંગ જેવા વિષયો પર વિવિધ સેમિનારો તેમજ નેટવર્કિંગ સેશન જેમાં મ્૨મ્, મ્૨ઝ્ર, મ્૨ય્ બેઠકો થનાર છે. સરકારની વિવિધ યોજના અને વિવિધ ઉત્પાદનો અંગેના સ્ટોલની પ્રદર્શની પણ રાખવામાં આવી છે.
નવા ઉદ્યોગકારો દ્વારા સરકાર સાથે એમઓયુ પણ થનાર છે. આ ઉપરાંત બેંકો દ્વારા લોન મંજૂરી પત્રો અને એમએસએમઈ એકમોને સહાય મંજૂરીના ચેકોનું પણ વિતરણ કરવામાં આવનાર છે. આ બે દિવસ દરમિયાન સ્ટાર્ટઅપ યોજનાની જાણકારી માટે નવા ઉદ્યોગ સાહસિકો તેમજ કોલેજના વિદ્યાર્થિઓ એક્ઝિબીશનની સવારે ૯-૩૦ થી સાંજે ૫-૩૦ વાગ્યા સુધી મુલાકાત લે તે માટે અપીલ કરવામાં આવે છે.