Western Times News

Gujarati News

સાસુ સસરાની સેવા કરતી પુત્રવધૂઓનું ૮૪ કડવા પાટીદાર સમાજ સન્માન કરશે

૮૪ કડવા પાટીદાર સમાજનું અનોખું આયોજન

(એજન્સી)પાટણ, ૮૪ કડવા પાટીદાર સમાજે સંયુક્ત કુટુંબમાં રહી પુત્રવધૂઓ સાસુ સસરાનું સન્માન કરે તે માટે પુત્રવધૂઓને પ્રોત્સાહિત કરવા માટે છેલ્લા ૧પ વર્ષથી સાસુ-સસરા સાથે રહેતી પુત્રવધૂઓનું સન્માન કરવાનું અખોનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

સંગઠનની ટીમ દરેક તાલુકા સેન્ટરો પર ગામે ગામે ફોર્મ પહોંચાડી સંયુક્ત પરિવારમાં રહેતી મહિલાઓની માહિતી મેળવી અને વિગતો એકત્ર કરી રહી. જેમાં ફોર્મ ભરવા માટેની શરતમાં પુત્રવધૂની ઉંમર પ૦ વર્ષથી વધુ હોવી જોઈએ.

છેલ્લા ૧પ વર્ષથી સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હોવી જોઈએ. બે કે તેથી વધુ પુત્રવધૂઓ સાથે રહેતી હોય તો દરેક માટે અલગ ફોર્મ ભરવાનું રહેશે. ૧૧ જૂન સુધી ફોર્મ ભરાશે. બાદમાં કાર્યક્રમ યોજાશે. જેમાં સમગ્ર સમાજની મહિલાઓને એકત્ર કરી તેમની ઉપસ્થિતિમાં આ મહિલાઓને સન્માન કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.

સમાજના અગ્રણી કે.કે.પટેલે જણાવ્યું કે, આજના સમયમાં માતા-પિતાથી અલગ થવાનું પ્રમાણ વધી રહ્યું છે. સમાજના સંતાનો માતા-પિતા સાથે રહી તેમની સેવા કરે તેવા ઉદ્દેશ સાથે ૧૭૦ ગામમાં પસરાયેલા સંગઠનો, કેળવણી મંડળ, મહિલા પાંચ અને યુવા પાંખ દ્વારા આ યોજના અમલમાં મૂકાઈ રહી છે. ચોરાસી કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત પુત્રવધૂ સન્માન સમારોહનો હેતુ સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે.

પુત્રવધૂએ સોગંદનામું આપવું પડશે. જેમાં તે લેખશે કે મા ઉમિયાની સાક્ષીએ હું સંયુક્ત પરિવારમાં પ્રેમ, આદર અને સન્માન સાથે રહે છું, જીવનભર સાસુ-સસરાની સેવા કરીશ. આ સમગ્ર મહિલાની ખરાઈ કરીને કારોબારી સભ્યનો અભિપ્રયા ફોર્મમાં જોડવો પડશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.