લાલુ યાદવનો જીવ બચાવવા દીકરી કરશે અંગદાન, સિંગાપોરમાં ઓપરેશન
પટણા, રાષ્ટ્રીય જનતા દળના સંરક્ષક લાલુ પ્રસાદ યાદવની સિંગાપોરમાં રહેતી દીકરી રોહિણી આચાર્ય પોતાના પિતાને એક કિડની દાન કરશે. પરિવારના એક નજીકના સભ્યએ ગુરુવારે આ જાણકારી આપી છે.
જલ્દીથી જ તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. ૭૪ વર્ષીય લાલુ પ્રસાદ યાદવ પાછલા મહિને સિંગાપોરથી પાછા આવ્યા છે, ત્યાં તેઓ પોતાની કિડનીની સમસ્યાને લઇને સારવાર માટે ગયા હતા.
ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા લાલુ પ્રસાદ યાદવને ડોક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી છે. પરિવારના એક સભ્ય દ્વારા જણાવ્યું છે કે, સિંગાપોરમાં રહેનારી તેમની દિકરી રોહિણી આચાર્યએ પોતાના પિતાને નવું જીવન આપવાનો ર્નિણય લીધો છે. યાદન હાલ દિલ્હીમાં ચારા ગોટાળામાં જામીન પર બહાર છે.
રિપોર્ટ અનુસાર, ડોક્ટરો દ્વારા ઓક્ટોબરમાં સિંગાપોરની પોતાની યાત્રા દરમિયાન રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપ્યા બાદ રોહિણીએ પોતાના પિતાને પોતાની કિડની દાન કરવાની વાત કરી હતી.
કથિત રૂપે ગોટાળા કેસમાં શામેલ હોવાના કારણે તેમને જેલની સજા થઇ ચૂકી છે. તેઓ સારવાર માટે દિલ્હી અને રાંચીમાં ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થયા છે. જાેકે, કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી ક્યાં અને ક્યારે થશે તેના વિશે હજુ વધુ જાણકારી મળી નથી.
રિપોર્ટ્સ અનુસાર, લાલુ પ્રસાદ યાદવને ૨૦થી ૨૪મી નવેમ્બર દરમિયાન સિંગાપોર લઇ જવામાં આવશે. આ દરમિયાન કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાની સંભાવના છે.
સપ્ટેમ્બરમાં દિલ્હીની એક કોર્ટે રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની સિંગાપોર કિડની ટ્રાન્સપ્લાન્ટની સારવાર માટે જવાની પિટિશનને સ્વીકાર કરી લીધી હતી. કોર્ટે રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને ૧૦મી ઓક્ટોબરથી ૨૫મી ઓક્ટોબર સુધી વિદેશ યાત્રાની અનુમતિ આપી હતી.
રાંચીમાં સીબીઆઇની વિશેષ અદાલતે ૧૬મી સંપ્ટેમ્બરના રોજ રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પાસપોર્ટ જારી કરવાની માગ વાળી પીટિશનને પણ સ્વીકારી લીધી હતી.
પાછલા ઘણા વર્ષોથી દિલ્હી એઇમ્સમાં કિડનીની સમસ્યાની સારવાર કરાવી રહેલા લાલુ પ્રસાદ યાદવને એઇમ્સના ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ નહોતી આપી, પણ સિંગાપોરના પ્રવાસ દરમિયાન ત્યાંના ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી.
સિંગાપોરમાં રહેનારી લાલુ પ્રસાદ યાદવની દિકરી રોહિણી બિહારની રાજકીય ઘટનાઓ પર નજર રાખે છે અને પોતાના રાજકીય વિચારોને આવાજ આપવા અને વિપક્ષ પર હુમલો કરવા માટે સક્રિય પણ રહે છે.HS1MS