ઈજાને લીધે ડેવિડ વોર્નર પણ ભારત સામેની બે ટેસ્ટ ગુમાવશે
નવી દિલ્હી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમને જાણે ગ્રહણ લાગ્યુ હોય તેમ એક પછી એક પ્લેયર ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ રહ્યા છે. પહેલા ઝડપી બોલર જાેશ હેઝલવુડ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. હવે બીજી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત ડેવિડ વોર્નર પણ આગામી બે ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ દરમિયાન વોર્નરને કોણીમાં ઈજા થઈ હતી.
જે બાદ તે મેચની બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરી શક્યો ન હતો. હવે ડેવિડ વોર્નર આગામી બે ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. તે ટેસ્ટ બાદ યોજાનારી વનડે શ્રેણીમાંથી વાપસી કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ ટેસ્ટ શ્રેણી પહેલા જ ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ ટીમને પ્રથમ બે ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ઓસ્ટ્રેલિયા માટે આ મોટો ઝટકો લાગ્યો છે. જાેશ હેઝલવુડ અને ડેવિડ વોર્નર બહાર થતા ટીમ દબાણમાં રહેશે. ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન હજુ સંપૂર્ણ રીતે ફિટ થયા નથી. બંને માટે આગામી ટેસ્ટમાં રમવું મુશ્કેલ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ૧ માર્ચથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. આ પછી ચોથી ટેસ્ટ ૯ માર્ચથી અમદાવાદમાં રમાશે.SS2.PG