Western Times News

Gujarati News

બોલીવુડની ૩ હિરોઈન પાછળ પાગલ થઈને ફરતો હતો દાઉદ

મુંબઈ, દાઉદ ઈબ્રાહિમ વર્ષોથી પાકિસ્તાનના કરાચીમાં રહે છે. તેણે મુંબઈમાં રહેતા પોતાના કાળા ધંધાને આગળ વધાર્યા હતા. તે બોલીવુડ ફિલ્મો અને સ્ટાર્સની પર્સનલ લાઈફમાં હસ્તક્ષેપ કરતો હતો. તેને કેટલાય ફિલ્મી સ્ટાર્સ સાથે જાેવા મળ્યો હતો.

વર્ષો સુધી કેટલીય બોલીવુડ એક્ટ્રેસ સાથે તેને અફેયરની ચર્ચા છવાયેલી રહી હતી. ફિલ્મ રામ તેરી ગંગા મૈલીથી લોકપ્રિય થયેલી મંદાકિનીનું નામ દાઉદ ઈબ્રાહિમ સાથે જાેડાયું હતુ. કહેવાય છે કે તે ડોનની ગર્લફ્રેન્ડ હતી. જેના કારણે એક્ટ્રેસની છબી દર્શકોની વચ્ચે ખરાબ થઈ.

મંદાકિનીએ દાઉદ સાથે પોતાના અફેરને ખોટી વાત ગણાવી હતી. પણ આ અફવાઓએ તેના કરિયર પર ખરાબ અસર પાડી. દાઉદ સાથે મંદાકિનીની તસવીર વાયરલ થયા બાદ તેનું કરિયર સતત નીચે પડતું ગયું.

વર્ષ ૧૯૯૬માં ફિલ્મ જાેરદારની રીલિઝ બાદ એક્ટ્રેસ અચાનક ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી ગાયબ થઈ. તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યા બાદ ૧૯૯૦માં એક મોન્ક સાથે લગ્ન કરી લીધા. તે હવે યોગ શિખવાડે છે અને દલાઈ લામાની ભક્ત છે. પાકિસ્તાની એક્ટ્રેસ અનીતા અયૂબનું નામ પણ દાઉદ ઈબ્રાહિમ સાથે જાેડાયું હતું. લોકો તેને દાઉદની ગર્લફ્રેન્ડ કહેતા હતા.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, બોલીવુડ ફિલ્મ પ્યાર કા તરાના ફેમ એક્ટ્રેસ ડોનની વિશ્વાસપાત્ર હતી. જાે કે, આ અફવાઓએ એક્ટ્રેસની પર્સનલ લાઈફ પર ખરાબ અસર પાડી. જ્યારે ફિલ્મકાર જાવેદ સિદ્દીકીએ અનીતા અયૂબે પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવાની ના પાડી દીધી હતી, તો તેણે દાઉદ ઈબ્રાહિમના માણસે ગોળી મારી દીધી હતી.

પાકિસ્તાની ફેશન મેગ્ઝીન ફૈશલ સેન્ટ્રલના રિપોર્ટ અનુસાર, અનીતા ૧૯૯૩માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતી. વીરાના ફિલ્મથી લોકપ્રિય થયેલી એક્ટ્રેસ જૈસ્મીન ધુન્નાએ ક્યારેય દાઉદ ઈબ્રાહિમને ડેટ નથી કર્યો, પણ કહેવાય કે ડોન આ એક્ટ્રેસની તરફ આકર્ષિત હતો.

જૈસ્મીને ૧૯૭૯ની ફિલ્મ સરકારી મેહમાનથી ડેબ્યૂ કર્યું હતું. તે ૧૯૮૮માં વીરાનાની રિલીઝ બાદ રાતોરાત સ્ટાર બની ગઈ હતી, પણ આ ફિલ્મ બાદ તે ફિલ્મજગતમાંથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. દાઉદ અને તેના માણસોથી જૈસ્મીન કંટાળી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તેણે કંટાળીને દેશ છોડી દીધો હતો. હવે ક્યાં અને કેવી હાલતમાં છે, કદાચ કોઈ નથી જાણતું. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.