Western Times News

Gujarati News

હું મોસ્ટ પેઇડ એક્ટ્રેસ છું, તેવું કહેવું ના પડે તેવા દિવસો આવશે: દીપિકા

મુંબઈ, તાજેતરમાં દીપિકા પાદુકોણને અબુ ધાબી ખાતે યોજાયેલ ફોર્બ્સ ૩૦/૫૦ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું હતું. જ્યાં દીપિકાએ સ્ત્રી સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્ય જેવા વિષય પર વાત કરવા આ વૈશ્વિક મંચનો ઉપયોગ કર્યાે હતો.

શુક્રવારે યોજાયેલી ચર્ચામાં દીપિકાએ સફલતા અને પોતાના મૂલ્ય વિશે વાત કરતાં કહ્યું, “આશા છે કે આપણે એવા દિવસ સુધી પહોંચીએ કે આપણે એવું ન કહેવું પડે કે હું બોલિવૂડની મોસ્ટ પેઇડ એક્ટ્રેસ છું.”

આ ઇવેન્ટ માટે દીપિકા પાદૂકોણે સબ્યસાચી દ્વારા ડિઝાઇન થયેલું ગોલ્ડન કલરનું શિમરી ઓન્સોમ્બલ પહેર્યું હતું, જેની પફ સ્લીવ્ઝ અને બા ટાઇવાળી નેકલાઇન હતી. આ ડ્રેસ તેણે સ્ટેલેટો બૂટ્‌સ પહેર્યા હતા. જ્યારે હેરસ્ટાઇલમાં તેણે ઊંચું બન કર્યું હતું.

જો મેકઅપની વાત કરીએ તો તેણે સોફ્ટ પિંક લિપ્સ, બ્લશ, સાથે સ્મોકી બ્રાઉન આઇ મેક અપ કર્યાે હતો. તેની સાથે એક્સેસરીઝમાં તણે સિલ્વર ઇઅરકફ્ઝ પહેર્યાં હતાં.

દીપિકાનો આ લૂક ઘણો વાયરલ થયો હતો.આ સમિટમાં તેણે પોતાની દિકરી દુઆ અંગેની સૌથી મોટી ચિંતા અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેના મનમાં સતત તેની દિકરી દુઆ વિશે ચિંતા હોય છે અને તેની વાત આવે ત્યારે દીપિકાની બધી જ પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે.

મેન્ટલ હેલ્થ વિશે વાત કરતાં દીપિકાએ કહ્યું, “માનસિક બીમારીનો ભોગ બની ચુકી છું તો મારું લક્ષ્ય હંમેશા મન શાંત રહે તેવું હોય છે, કારણ કે મનની શાંતિથી વિશેષ કશું જ નથી. એ કરવા કરતાં કહેવું અઘરું છે, તેના માટે મહેનત કરવી પડે છે.

તેથી હું હંમેશા પ્રયત્ન કરું છું કે કઈ રીતે હું મારા કામથી વિવિધ મંચ પર હકારાત્મક અસર ઉભી કરી શકું, મારી ફિલ્મથી પણ હકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરું છું. કારણ કે તમે જેવા વ્યક્તિ છો, તેનાથી તમને લોકો યાદ રાખશે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.