Western Times News

Gujarati News

DBL-HCCના સંયુક્ત સાહસે રૂ. 4,167 કરોડનો ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ મેળવ્યો

મુંબઈ, દિલીપ બિલ્ડકોન લિમિટેડ (ડીબીએલ) સાથે સંયુક્ત સાહસમાં હિંદુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (એચસીસી)ને નર્મદા વોટર રિસોર્સીસ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ (NWRWS&KD) એ ગુજરાતમાં ભાડભૂત બેરેજની ડિઝાઇન અને નિર્માણ માટે રૂ. 4,167.7 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. સંયુક્ત સાહસમાં એચસીસીનો હિસ્સો 49 ટકા (એટલે કે રૂ. 2,042 કરોડ) છે.

આ ભાડભૂત બેરેજના નિર્માણ માટે એન્જિનીયરિંગ, પ્રોક્યરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) કોન્ટ્રાક્ટ છે, જેમાં ગુજરાતના ભરુચ જિલ્લામાં ભાડભૂત ગામ નજીક નર્મદા નદીની બંને બાજુએ કિનારાનું પૂરથી રક્ષણ કરવા અને એની સાથે સંલગ્ન કામગીરી સામેલ છે. આ પ્રોજેક્ટ 48 મહિનામાં પૂર્ણ કરવાનો રહેશે.

એચસીસીના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અર્જુન ધવને કહ્યું હતું કે,“આ દિલીપ બિલ્ડકોન સાથે સંયુક્ત સાહસમાં અમારો બીજો કોન્ટ્રાક્ટ છે. અમને ગુજરાત માટે આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પર સંયુક્તપણે કામ કરવાનો ગર્વ છે, જે સિંચાઈ, પીવાના અને ઔદ્યોગિક ઉદ્દેશ માટે પાણી પ્રદાન કરીને જીવન પર અસર કરશે.”

દિલીપ બિલ્ડકોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દેવેન્દ્ર જૈને કહ્યું હતું કે,“આ અમારા માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સફળતા છે, કારણ કે અમે એચસીસી સાથે સંયુક્ત સાહસમાં મોટા પાયે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરી છે. બંને પાર્ટનર્સની ટેકનિકલ ક્ષમતા સાથે અમને સમયસર પ્રોજેક્ટ કરવાનો વિશ્વાસ છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલો કોન્ટ્રાક્ટ ભારતમાં કામગીરી વધારશે અને ઓર્ડર બેકલોગમાં વધારો કરશે.”

ભાડભૂત બેરેજમાં 1.7 કિલોમીટરની લંબાઈનો કોઝવે-કમ-વેઇર બેરેજ સામેલ છે, જેની સંગ્રહક્ષમતા 600 મિલિયન ક્યુબિક મીટર છે. 99 દરવાજા સાથે બેરેજનું નિર્માણ નર્મદા દરિયાને મળે એ અગાઉ 25 કિલોમીટરના અંતરે સ્થિત ઉપરવાસમાં થઈ રહ્યું છે. બેરેજનો મુખ્ય ઉદ્દેશ કલ્પસર ડેમના પાણીને ડાઇવર્ટ કરવાનો અને નર્મદા નદીમાં ખારું પાણી ભળતું અટકાવવાનો છે. એનાથી ભૂગર્ભ જળની ગુણવત્તામાં પણ વધારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.