Western Times News

Gujarati News

DCB બેંકે વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરો વધાર્યા

ડીસીબી બેંકના નવા ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)ના વ્યાજદરોએ વરિષ્ઠ નાગરિકોને અતિજરૂરી નાણાકીય રાહત આપી છે – તેમનાં જીવનના નિવૃત્તિના સોનેરી વર્ષોમાં વધારે વ્યાજની આવક મેળવવાની તક આપી છે. સીનિયર સિટિઝન એફડી 60 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતા નાગરિકો માટે વ્યાજની વધારે આવક ઓફર કરે છે. DCB Bank increases Fixed Deposit interest rates for Senior Citizens

ડીસીબી સીનિયર સિટિઝન ફિક્સ્ડ ડિપોઝિટમાં 700 દિવસની રૂ. 2 કરોડથી ઓછી રકમની એફડી પર વર્ષે 7.60 ટકા વ્યાજ મળે છે. 700 દિવસથી વધારે અને 36 મહિનાથી ઓછા ગાળા માટે ડીસીબી સીનિયર સિટિઝન એફડી પર વર્ષે એનાથી પણ વધારે 8.25 ટકા વ્યાજ મળે છે. વરિષ્ઠ નાગરિકો લાંબા ગાળા માટે એફડીનો વિકલ્પ પણ ધરાવે છે, ઉદાહરણ તરીકે, 36 મહિનાથી વધારે અને 60 મહિના સુધીના ગાળા માટે વર્ષે 7.75 ટકા વ્યાજ.

આ આકર્ષક એફડી વ્યાજદરો સંવર્ધક છે એટલે કે ડીસીબી ફિક્સ્ડ ડિપોઝિટમાં જેટલી વધારે રકમ એટલા વ્યાજદર વધારે.

આ વ્યાજદરો ભારતમાં ખાનગી ક્ષેત્રની શીડ્યુલ્ડ કમર્શિયલ બેંકો વચ્ચે કદાચ સૌથી ઊંચા છે. ચાલુ વર્ષે મે મહિનાથી અત્યાર સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ રેપો રેટમાં ચાર વાર વધારો કર્યો છે, જે બેંક એફડીને ઓછું જોખમ ખેડવાની ક્ષમતા ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે વધારે આકર્ષક બનાવે છે.

ડીસીબી બેંકની વિશેષ સીનિયર સિટિઝન એફડી ઓફરો ઘણા ફાયદા આપે છે. તેમાં આ સામેલ છેઃ

* એફડીના ગાળા દરમિયાન મુદ્દલની રકમ અને વ્યાજની આવક બંને સલામત અને સુરક્ષિત છે

* એફડી ખોલવાની અને બંધ કરવાની તેમજ રિન્યૂ કરવાની સરળ અને ઝડપી પ્રક્રિયા

* ઊંચા વ્યાજદરો એટલે સુનિશ્ચિત વળતર અને વધારે આવક

* એફડી પર વ્યાજ નિવૃત્તિ વ્યક્તિઓ માટે નિયમિત કે પૂરક આવક બને છે

* માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક ધોરણે વ્યાજની ચુકવણીનો વિકલ્પ પસંદ કરવાની છૂટ

* સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં વ્યાજનું સીધું હસ્તાંતરણનો વિકલ્પ

* આવકવેરા ધારાની કલમ 80સી હેઠળ પાંચ વર્ષની એફડી પર કરમુક્તિ, જે

* સરળ રોકડ પ્રવાહિતતા, જે વરિષ્ઠ નાગરિકોને નાણાકીય જરૂરિયાતના સમયમાં એફડી બંધ કરવાની સુવધા આપે છે

 

વરિષ્ઠ નાગરિકોએ તેમના જીવનમાં તેમના પરિવારજનોને નાણાકીય રીતે સલામત અને સુવિધાજનક જીવન પ્રદાન કરવા બહુ મહેનત કરી હોય છે. ડીસીબી બેંકની એફડીના આકર્ષક વ્યાજદરો તેમના જીવનની બચત પર આવકમાં વધુ વધારો કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.