Western Times News

Gujarati News

DCGIની ચેતવણીઃ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન આપો કફ સિરપ

નવી દિલ્હી, ભારતના ડ્રગ રેગ્યુલેટર DCGI એ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી અને ઉધરસ માટે કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મુકતી ચેતવણી જાહેર આપી છે. DCGIએ ૧૮ ડિસેમ્બરે તમામ રાજ્યોને એક પત્ર લખીને બે દવાઓ ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફિનાઇલફ્રાઇનના કોકટેલનો ઉપયોગ કરીને બનાવેલા સીરપના પેકેજિંગને લેબલિંગ એ અનુસાર કરવા માટે કહ્યું છે.

વાસ્તવમાં આ બે દવાઓના મિશ્રણમાંથી બનાવેલ સીરપ અથવા ટેબલેટનો ઉપયોગ સામાન્ય શરદીના લક્ષણોની સારવાર માટે થાય છે. સીરપના ઉપયોગને કારણે વિશ્વભરમાં ૧૪૧ બાળકોના મોતને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

તમામ દવા કંપનીઓને આ બે દવાઓનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી સીરપના લેબલિંગને તાત્કાલિક અપડેટ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ક્લોરફેનિરામાઇન મેલેટ IP 2mg Phenylephrine HCI IP 5mg Drop/ml ના ફિક્સ ડોઝ કોમ્બિનેશન પ્રોફેસર કોકાટેની સમિતિ દ્વારા તર્કસંગત જાહેર કરવામાં આવ્યું છે અને સમિતિની ભલામણના આધારે આ ઓફિસે ૧૮ મહિનાના નીતિગત નિર્ણય હેઠળ ૧૭ જૂલાઇ ૨૦૧૫ના રોજ વિષય એફડીસીના સતત ઉત્પાદન અને માર્કેટિંગ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જાહેર કરવામાં આવ્યું છે.

પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે શિશુઓ માટે અપ્રૂવ્ડ એન્ટી-કોલ્ડ ડ્રગ ફોર્મ્યુલેશનના પ્રમોશન પછી ચિંતાઓ પ્રકાશમાં આવી રહી છે. આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વિષય નિષ્ણાત સમિતિની ૬ જૂન, ૨૦૨૩ ના રોજ બેઠક મળી જેમાં FDC તરીકે ક્લોરફેનિરામાઇન મેલેટ IP 2mg Phenylephrine HCl IP 5mg Drop/mlના ઉપયોગ અંગેના મુદ્દાની સમિતિ સમક્ષ ચર્ચા કરવામાં આવી હતી. સમિતિએ ભલામણ કરી હતી કે ૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં FDCનો ઉપયોગ ન કરવો જોઈએ અને તે મુજબ કંપનીઓએ લેબલ અને પેકેજ ઇન્સર્ટ પર આ સંદર્ભમાં ચેતવણીઓનો ઉલ્લેખ કરવો જોઈએ.

આ મામલે ન્યૂઝ એજન્સીએ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના વરિષ્ઠ બાળરોગ નિષ્ણાત ડૉ. ધીરેન ગુપ્તા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, ૧ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્લોરફેનિરામાઇન મેલેટ ફિનાઇલફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડની ભલામણ કરવામાં આવતી નથી. ૨ થી ૪ વર્ષની વયના બાળકો માટે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. ભલે આ દવા લખવામાં આવી હોય પરંતુ તેનો ઉપયોગ ખૂબ ઓછા સમય અને ઓછા ડોઝ પ્રમાણે થવો જોઈએ. બેહોશ થવા જેવા તેની આડઅસરો થઇ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.