DCM શ્રીરામે માતા અને બાળકોનાં આરોગ્ય માટે મોબાઇલ મેડિકલ યુનિટનો પ્રારંભ કર્યો
ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશને ભરૂચનાં ઝગડીયા બ્લોકમાં નવી સામાજિક પહેલ શરૂ કરી
હેલ્થકેર રિસર્ચ સુધારવા, સમુદાયનું સશક્તિકરણ કરવા અને તેમનાં જીવનમાં પરિવર્તન લાવવા ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશને ભરૂચ જિલ્લાનાં ઝગડીયા બ્લોકનાં 122 ગામોમાં નવી માતા અને બાળકો માટે નવી અને અનોખી પહેલ મોબાઇલ મેડિકલ યુનિટ લોંચ કર્યું છે
ભરૂચ, ડીસીએમ શ્રીરામ લિમિટેડે તેનાં ચેરિટી યુનિટ ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાનાં ઝગડીયા બ્લોકમાં આરોગ્ય વિભાગ, ભરૂચનાં સહયોગથી માતા અને બાળકોનાં આરોગ્ય પર ફોકસ કરવા સામાજિક, આરોગ્ય અને સુખાકારી પહેલ “મોબાઇલ મેડિકલ યુનિટ’ (MMU) નો પ્રારંભ કર્યો છે. આનાથી 122 ગામોનાં લોકોને સુવિધા મળશે. આ પ્રોગ્રામની અમલીકરણ ભાગીદાર ભારતકેર્સ (SMEC ટ્રસ્ટ) છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ MMU અટકાયતી, સ્વાસ્થ્ય માટે પ્રોત્સાહક, નિદાન અને રેફરલ આધારિત સેવાઓ પૂરી પાડશે, જેમાં હાઇ-રિસ્ક પ્રેગનન્સીની સંખ્યા ઘટાડીને માતા અને નવજાત બંનેનાં આરોગ્યમાં સુધારો કરવામાં આવશે.
આ પહેલનો મુખ્ય હેતુ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ અને સ્તનપાત કરાવતી મહિલાઓને પ્રાથમિક મેડિકલ સારવાર સુનિશ્ચિત કરવાનો છે. તેનો હેતુ સર્વગ્રાહી મેડિકલ કાળજી પ્રણાલિ સ્થાપવાનો છે, જેમાં સમુદાય તથા દૂરનાં વિસ્તારો, સેકન્ડરી અને ટેરિટરી કેરને આવરી લઇને આરોગ્ય સેવાઓમાં રહેલા અવકાશને પૂરવામાં આવશે.
ચીફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર ડો. જેએસ દુલેરા અને ડીસીએમ શ્રીરામ લિમિટેડ, ઝગડીયાના પ્રેસિડન્ટ અને યુનિટ હેડ બીએમ પટેલે બુધવાર, 5 જુલાઇનાં રોજ ફુલવાડી કમ્યુનિટી હોલ, ઝગડીયા, ભરૂચ ખાતે ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશનનાં સહયોગથી નિર્મિત મોબાઇલ મેડિકલ યુનિટનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યુ હતું.
આ પહેલ અંગે ટિપ્પણી કરતા ઝગડીયાના તાલુકા આરોગ્ય અધિકારી ડો. સી જે મહેતાએ જણાવ્યું હતું કે, “ઝગડીયા બ્લોકમાં મોબાઇલ મેડિકલ યુનિટ શરૂ કરવા જોડાણ કરવા બદલ અમે ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન અને ભારતકેર્સનાં આભારી છીએ.
આ ભાગીદારી દ્વારા અમે છેવાડાનાં માણસ સુધી પહોંચી શકીશું અને સુનિશ્ચિત કરી શકીશું કે જેમને જરૂરિયાત છે તેમને તેમનાં ઘર આંગણે પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકીએ. અમે ટીમને ટેકો આપવા અને સાથે મળીને કામ કરવા તથા લાખો લોકોનાં જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવા આશાવાદી છીએ.”
આ પ્રસંગે મુખ્ય અતિથી ડો. જેએસ દુલેરા, CDHO ભરૂચ, અતિથી વિશેષ બીએમ પટેલ, રામુભાઇ વસાવા, સરપંચ, ફુલવાડી ગામ, વિઠ્ઠલભાઇ, સરપંચ, તલોદરા ગામ, નરેન્દ્રભાઇ પટેલ, સામાજિક કાર્યકર્તા, ફુલવાડી, જનપ્રતિનિધીઓ અને ગ્રામ્યજનોની હાજરીમાં ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા કમ્યુનિટી હોલનુ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ હોલમાં ગ્રામ્યજનો ગ્રામ્ય સ્તરનાં કાર્યક્રમો, લગ્ન, સમારંભ કે બેઠકોનું આયોજન કરી શકશે.
ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન હેલ્થકેર, સેનિટેશન, એજ્યુકેશન, લાઇવલીહુડ અને ગ્રામીણ વિકાસમાં વિવિધ પહેલ દ્વારા સર્વગ્રાહી વિકાસની દિશામાં કામ કરે છે. મોબાઇલ મેડિકલ યુનિટ ભાવિ સામુદાયિક સિસ્ટમને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવતી, પણ મહત્વની મેડિકલ સેવાઓ મેળવવવામાં મુશ્કેલી અનુભવતી સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓના જરૂરિયાતોને પૂરી કરશે.