DCX સિસ્ટમ્સનો આઇપીઓ 31 ઓક્ટોબર, 2022ના રોજ ખુલશે
બિડ/ઓફર ખુલવાની તારીખ – 31 ઓક્ટોબર, 2022; બિડ/ઓફર બંધ થવાની તારીખ – 2 નવેમ્બર, 2022
મુંબઈ, ડીસીએક્સ સિસ્ટમ્સ લિમિટેડ (‘કંપની’) 31 ઓક્ટોબર, 2022ના રોજ એનો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફર) લાવશે.
રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરની આટલી સંખ્યાનો આઇપીઓ રૂ. 500 કરોડનું ફંડ ઊભું કરવા માટે રજૂ થશે, જેમાં રૂ. 400 કરોડના ફ્રેશ ઇશ્યૂ (‘ફ્રેશ ઇશ્યૂ’) તથા એનસીબીજી હોલ્ડિંગ્સ ઇન્ક. દ્વારા રૂ. 50 કરોડ સુધીની તથા વીએનજી ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 50 કરોડ સુધીના વેચાણની ઓફર સામેલ છે (ફ્રેશ ઇશ્યૂ સાથે વેચાણ માટેની ઓફર, “ઓફર”).
ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 197થી રૂ. 207 નક્કી કરી છે. દરેક શેરની ફેસ વેલ્યુ રૂ. 2 છે. બિડ્સ લઘુતમ 72 ઇક્વિટી શેર અને પછી 72 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.
કંપનીએ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખા ફંડમાંથી રૂ. 110 કરોડનો ઉપયોગ કંપનીના ચોક્કસ ઋણની સંપૂર્ણપણે કે આંશિક રીતે પુનઃચુકવણી/આગોતરી ચુકવણી કરવા, રૂ. 160 કરોડનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા, રૂ. 44.88 કરોડનો ઉપયોગ એની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રેનીયલ એડવાન્સ્ડ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરીને એના મૂડીગત ખર્ચને પૂર્ણ કરવા અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે કરવાની દરખાસ્ત રજૂ કરી છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર થશે.
બીઆરએલએમ છે – એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને સેફ્રોન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ.