અમદાવાદમાં નશા માટે કેમીકલવાળી જીવલેણ તાડીનું થઈ રહ્યુ છે ધુમ વેચાણ
પીસીબીની ટીમે કેમીકલયુકત તાડીનો મોટો જથ્થો ઝડપી લીધો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં હવે દેશી દારૂના બદલે તાડીમાં જીવલેણ કેમીકલ ભેળવીને નશા માટે પીણું તૈયાયર કરવામાં આવી રહયું છે. આ જીવલેણ તાડીનો વેપલો કરતા બે મોતના સોદાગરો સામે અમદાવાદ પીસીબીએ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
મોતના સામાનનો મોટો જથ્થો પણ કબજે કરી લીધો છે. પોલીસે નારોલમાંથી તાડી અને કેમીકલનો જે જથ્થો કબજે લીધો છે. તે જોતાં તાડીમાં થોડું વધારે કેમીકલ ઉમેરશાય છે. તો તે મોતનો સામાન બની જાય છે. અગાઉ રામોલમાં પણ કેમીકલનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ કમીશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરી પીસીબીના ઈન્સ્પેકટર મહેશ ચૌધરીની ટીમી નારોલ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે નારોલ કલર ટેક્ષટાઈલ કંપનીની પાછળનળા ભાગમાં તાડી સાથે કેમીકલ ઉમેરીને મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. બાતમીને આધારે પોલીસે દરોડો પાડયયો હતો. જો કે તાડીના વેપારીઓ ભાગી ગયા હતા. સ્થળ પર તપાસ કરતા પોલીસને તાડીનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
સાથેસાથે પીળા રંગનું દાણેદાર કેમીકલ અને એક કિલો જેટલો સફેદ પાવડર મળી આવ્યો હતો. પીળા રંગના કેમીકલ અને પાવડરને તાડીમાં ઉમેરીને બુટલેગરો દ્વારા સ્થાનીક વિસ્તારમાં વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે જપ્ત કરેલું કેમીકલ એટલું જોખમી હોય છે કે તેનું થોડું પ્રમાણ વધી જાય તો વ્યકિતનો જીવ જઈ શકે છે. પરંતુ દેશી દારૂ કરતા તાડી સસ્તી હોવાની સાથે આસાનીથી મળી જતી હોવાની બુટલેગરો તેમાં કેમીકલ ઉમેરીને દારૂની જગ્યાએ નશા માટે વેચાણ કરતા હતા.
આ અગાઉ રામોલ વિસ્તારમાંથી પીસીબીએ આ કેમીકલનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જે હૈદરાબાદથી લાવવામાં આવ્યો હતો. આ અંગે પીસીબીએ દિનેશ ચુનારા અને દીલીપ ચુનારા નામના પીતા પુત્ર સાથે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે અમદાવાદ પીસીબીની ટીમે અત્યારસુધી શહેરમાંથી તાડીના ત્રણ કન્સાઈનમેન્ટ પકડયા છે.