તમિલનાડુના ૧૭૦૦ આવિન કર્મીઓનું મોંઘવારી ભથ્થું વધ્યું
નવી દિલ્હી, તહેવારોની સીઝન દરમિયાન કેન્દ્ર સરકારના લગભગ ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૯ લાખ પેન્શનર્સને ડીએ અને ડીઆરમાં વધારાનો ઈન્તેજાર છે. એવી આશા વ્યક્ત થઈ રહી છે કે સરકાર દશેરાની આજુબાજુ કેબિનેટની બેઠકમાં ૩ ટકા મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકારની જાહેરાત પહેલા કેટલાક રાજ્યોમાં કર્મચારીઓના ડીએ પર ર્નિણય કરી દેવાયો છે.
તમિલનાડુના ૧૭૦૦ આવિન કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારી દેવાયું છે. દૂધ અને ડેરી વિકાસ મંત્રી મનો થંગરાજે જાણકારી આપતા કહ્યું કે રાજ્યના ૧૭૦૦ આવિન કર્મચારીઓ માટે ૪ ટકા મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે. ત્યારબાદ ડીએ હાલના ૩૪ ટકાથી વધારીને ૩૮ ટકા કરાયું છે.
અત્રે જણાવવાનું કે આવિન તમિલનાડુ રાજ્યનું સૌથી મોટું કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન છે. તેનું સ્વામિત્વ સરકાર પાસે છે. સાઉથ ઈન્ડિયામાં તેનો નોર્થમાં જેમ અમૂલનો છે તેવો દબદબો છે. અહીં તેની ડેરી પ્રોડક્ટ્સ ખુબ પસંદ કરવામાં આવે છે.
મનો થંગરાજે કહ્યું કે સરકારના ડીએમાં વધારાના ર્નિણયથી ૧૭૦૦ આવિન કર્મચારીઓને ફાયદો થશે. તે પહેલા તમિલનાડુ સહકારી દુધ ઉત્પાદક મહાસંઘ અને છ જિલ્લા યુનિયન સાથે કામ કરનારા કર્મચારીઓને ૩૮%ના દરથી ડીએ મળતું હતું. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં કામ કરતા કર્મચારીઓને ૩૪% ભથ્થું આપવામાં આતું હતું. કર્મચારીઓ તરફથી સતત માંગણી થયા બાદ સરકારે પણ તમામ આવિન કર્મચારીઓ માટે ડીએનો એક સમાન દર ૩૮% કરી દીધો છે. આ પગલાં બાદ સરકારના વાર્ષિક ખર્ચમાં ૩.૧૮ કરોડ રૂપિયાનો વધારો થવાની આશા છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તરફથી જલદી ડીએ હાઈકની જાહેરાત થવાની છે. એવી આશા છે કે સરકર હાલના ૪૨ ટકાથી વધારીને ડીએને ૪૫ ટકા કરી શકે છે. જાે કે કર્મચારીઓ ૪ ટકા ડીએ વધારવાની માંગણી કરી રહ્યા છે.SS1MS