મોંઘવારી ભથ્થામાં માર્ચ ૨૦૨૩ સુધી વધારો થવાની સંભાવના
નવી દિલ્હી, સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા વધારવાની આશા ઘણા સમયથી ચાલી રહી છે. તો વળી ૭માં પગારપંચે વેતન પેકેજ અંતર્ગત કેન્દ્ર સરકારના કર્મચારીઓને માર્ચ ૨૦૨૩ સુધીમાં કંઈક સારા સમાચાર મળી શકે છે.
કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં જણાવે છે કે, મોંઘવારી ભથ્થામાં માર્ચ ૨૦૨૩ સુધી વધારો થવાની સંભાવના છે. ડીએ વધારો ઉપરાંત, કેન્દ્ર સરકાર પેન્શનધારકો માટે મોંઘવારી રાહત વધારી શકે છે. સરકારી કર્મચારીઓને ખબર હોવી જાેઈએ કે, મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત બંને વર્ષમાં બે વાર સંશોધિત કરવામાં આવે છે.
પહેલા જાન્યુઆરીમાં અને બાદમાં જૂલાઈમાં અને હવે નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે સરકારી કર્મચારીઓને ડીએ વધારવાના સમાચાર આવી શકે છે. જે નિશ્ચિતપણે તેમને ખુશ કરી દેશે. રિપોર્ટ્સનું માનીએ તો, માર્ચ ૨૦૨૩ સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૩થી ૫ ટકા ડીએ વધારો મળવાની આશા છે.
કેન્દ્રએ સપ્ટેમ્બર ૨૦૨૨માં ડીએમાં વધારો કર્યો હતો, જેનાથી લગભગ ૪૮ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ૬૮ લાક પેન્શનધારકોને લાભ થયો હતો. સરકારે ડીએમાં ૪ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ કુલ મોંઘવારી ભથ્થામાં ૩૮ ટકા પર પહોંચી ગયું હતું.
સપ્ટેમ્બર વધારા પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૩૪ ટકા ડીએમ મળી રહ્યું હતું. જેને માર્ચ ૨૦૨૨માં ૩ ટકાનો વધારો મળ્યો હતો. જાે કે, આ અગાઉ સરકારે કોવિડ મહામારી દરમિયાન ડીએ વધારાની જાહેરાત કરી નહોતી.
૧ જૂલાઈ ૨૦૨૧થી મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કર્યો હતો. તો વળી જૂલાઈ ૨૦૨૧થી ડીએ ૧૭થી વધારીને ૨૮ ટકા કરી દીધું હતું. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૩૮ ટકા ડીએ મળી રહ્યું છે.SS1MS