મેટિંગ વખતે ઘાયલ થયેલા ૮ વર્ષીય દીપડાનું મોત
દાહોદ, ધાનપુર તાલુકાના કણઝાર ગામમાં મેટીંગ દરમિયાન દીપડીના હુમલામાં ઈજાગ્રસ્ત બનેલો દીપડો એક રહેણાંક મકાનમાં ઘુસી જતા કણજર ગામમાં ભયની સાથે ફફડાટનો માહોલ જાેવા મળ્યો હતો જાેકે ઘરધણી તેમજ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ખૂબ જ સાવચેતીપૂર્વક મકાનમાં પ્રવેશ કર્યો હતો જયાં દીપડો મરણ અવસ્થામાં મળી આવતા વન વિભાગની ટીમે તેનો અગ્નિસંસ્કાર કર્યો હતો.
ચોમાસામાં દીપડામાં મેટિંગનો સમયગાળો હોવાથી વન્યપ્રાણી દીપડો તેમજ દીપડી આ ઋતુમાં મેટીંગ કરે છે આ દરમિયાન કેટલાક કિસ્સાઓમાં આ મેટીંગ દીપડો કે દીપડી માટે જીવલેણ પણ સાબિત થાય છે તેઓ જ એક કિસ્સો ધાનપુર તાલુકાના કણઝર ગામમાં જાેવા મળ્યો હતો
જયાં સુમલાભાઈ તડવીના રહેણાંક મકાનમાં ઈજાગ્રસ્ત બનેલો સાત થી આઠ વર્ષનો ઉમર ધરાવતો વન્યપ્રાણી દીપડો ઘૂસી ગયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ તેમજ વનકર્મીઓ કાફલો ઘટના સ્થળે દોડી આવ્ય્ હતો. જાેકે દીપડો હિંસબ હોય છે અને તે મકાનમાં ક્યાં છુપાઈને બેઠો છે તે કઈ અવસ્થામાં છે
તે અંગે વનવિભાગની ટીમ પણ અસમંજસતા હતી પરંતુ વન વિભાગની ટીમ તમામ પ્રકારની તૈયારી અને ખાતરી કર્યા બાદ ખૂબ જ કાળજીપૂર્વક સુમલાભાઈ તડવીના મકાનમાં પ્રવેશી હતી. જયાં વન્ય પ્રાણી દીપડો મૃત હાલતમાં જાેવા મળતા વન વિભાગની ટીમ પણ ચોંકી ઉઠી હતી.
ત્યારબાદ વન વિભાગની ટીમ દ્વારા તલસ્પર્શી તપાસ કરતા દીપડાના શરીરના ભાગે નાખૂનના નિશાન જાેવા મળ્યા હતા તેમજ દીપડાના શરીર પર કીડા જાેવા મળતા વન વિભાગે દીપડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો.