અશોક કુમારના દીકરી ભારતી જાફરીનું નિધન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Jafri-1024x576.jpg)
મુંબઈ, બોલીવુડના દિગ્ગજ અભિનેતા રહેલાં અશોક કુમારના દીકરી ભારતી જાફરીનું લાંબી બીમારી બાદ મંગળવારે નિધન થયું હતું. ભારતી જાફરીના નિધનથી બોલીવુડની અનેક સેલિબ્રિટીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.
ભારતી જાફરીએ ‘હજાર ચૌરાસી કી મા’, ‘દમનઃ અ વિક્ટિમ ઓફ મેરિટલ વાયોલન્સ’ જેવી અમુક ખુબ જ પોપ્યુલર બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. ભારતી જાફરીના નિધન બાદ નંદિતા પુરીએ વાતચીતમાં તેમની સાથે જાેડાયેલી યાદોને શેર કરી હતી. નંદિતાએ કહ્યું કે, તે ભારતીને બહુ મિસ કરશે. તેઓએ કહ્યું કે, ભારતી જાફરી ખુબ જ જીવંત અને ઊર્જાવાન મહિલા હતી અને તેમનો પ્રેમ તમામ લોકો મિસ કરશે.
જાે કે, અનુરાધા પટેલ અને કંવલજીત સિંહ તેમનો પરિવાર છે, પણ તેઓએ પોતાના વ્યવહારથી અમારા જેવાં લોકોને મેળવ્યા હતા. તેઓ ક્યારેય પર બર્થ ડે વિશ કરવાનું ભૂલતા ન હતા. હું તેમને ખુબ જ યાદ કરીશ અને ક્યારેય તેમને ભૂલી શકીશ નહીં. તેઓ ખુબ જ ટેલેન્ટેડ અભિનેત્રી હતા.
ભારતી જાફરીના જમાઈ કંવલજીત સિંહે સોશિયલ મીડિયા પર તેમના અંગે ખુબ જ ભાવુક પોસ્ટ શેર કરી હતી. તેઓએ અમુક તસવીરો શેર કરતાં લખ્યું હતું કે, અમારી પ્યારી ભારતી જાફરી, પુત્રી, બહેન, પત્ની, મા, દાદી, નાની, કાકી, પાડોશી, દોસ્ત અને ખુબ જ પ્રેરક અમને ૨૦ સપ્ટેમ્બરે છોડીને જતા રહ્યા છે.
અમે તેમને બપોરે ૧.૩૦ કલાકે ઘરે લઈને આવ્યા. તેમના અંતિમ સંસ્કાર ચેમ્બુરના સ્મશાનમાં કરવામાં આવશે. ભારતી જાફરીએ પ્રથમ લગ્ન વિરેન્દર પટેલ સાથે કર્યા હતા, જેમનાથી તેમની દીકરી અનુરાધા પટેલ છે. જે બાદ તેઓએ એક્ટર સઈદ જાફરીના ભાઈ હામિદ જાફરી સાથે લગ્ન કર્યા હતા. રૂપા વર્મા, પ્રીતિ ગાંગુલી, અરુપ ગાંગુલી તેમના ભાઈ-બહેન છે.SS1MS