Western Times News

Gujarati News

પઠાર ગામે ગમખ્વાર અકસ્માતમાં એમ.એમ ભક્ત હાઈસ્કુલની શિક્ષિકાનું મૃત્યુ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)ભરૂચ, નેત્રંગ તાલુકાના પઠાર ગામ નજીક એક ફોર વ્હીલર કારના ચાલકે ટુ વ્હીલરને પાછળથી ટક્કર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું તો અન્ય એક મહિલાનું હાલત નાજુક હોવાનું સામે આવી રહ્યું છે.કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતના પગલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતિ એમ.એમ ભક્ત હાઈસ્કુલમા પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મનીલાબેન કેશરીસિંહ દેશમુખ અને પુષ્પાબેન સુભાષભાઈ બોરસે શૈક્ષણિક કામગીરી અર્થે પ્લેસર ગાડી નંબર જીજે ૦૫ એમપી ૦૧૦૮ લઈને વાલીયા તાલુકાના પઠાર ગામે ગયા હતા.

ત્યાંથી શૌક્ષણિક કામગીરી પૂર્ણ કરીને નેત્રંગ પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન પઠાર ગામે અલ્ક્રાઝર ગાડી નંબર જીજે ૨૨ પી ૦૧૦૮ ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પ્લેસર ગાડીને પાછળના ભાગેથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાતા હીટ એન રનની ધટના બની હતી.જેમાં શિક્ષકા મનીલાબેન કેશરીસિંહ દેશમુખને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું.

જ્યારે અન્ય શિક્ષકા પુપ્ષાબેન સુભાષભાઈ બોરસેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની અર્થે સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં આવેલ પરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં હાલ શારિરીક તંદુરસ્તી નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

બંને શિક્ષકા સાથે ગમખ્વાર અકસ્માતની બનાવની જાણ વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્‌યા હતા.તો પોલીસ વિભાગને પણ જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.