લાખોની ઠગાઈના કેસમાં પકડાયેલા આરોપીનું મોત
અમદાવાદ, અમદાવાદના સીજી રોડ પર આવેલી જવેલર્સમાં ૫૮ લાખની ઠગાઈ કેસમાં દીપક પંચાલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. પોલીસ મથકમાં મૃત્યુ થતા મૃતદેહને પીએમ કરવા માટે ખસેડાયો છે. પીએમ કરવામાં પીએમ રિપોર્ટમાં મૃતકનું એસિડ પીવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકમાં પકડાયેલા આરોપીનું મોત થયુ છે. અમદાવાદના સીજી રોડ પર આવેલી જવેલર્સમાં ૫૮ લાખની ઠગાઈ કેસમાં દીપક પંચાલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
જેનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. પોલીસ મથકમાં મૃત્યુ થતા મૃતદેહને પીએમ કરવા માટે ખસેડાયો છે. પીએમ રિપોર્ટમાં મૃતકનું એસિડ પીવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે. તો મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
આ સાથે જ પોલીસ કસ્ટડી દરમ્યાન એસિડ પીવડાવ્યું હોવાનો પરિવારજનો આક્ષેપ કર્યો છે. તો આ ઘટના મામલે પોલીસનું કહેવુ છે કે પોલીસ મથકમાં તમામ કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે તેવુ જણાવ્યુ છે. SS3SS