Turkey Quake: ભૂકંપ બાદ મૃત્યુઆંક ૪૦,૦૦૦ને પાર
નવી દિલ્હી, તુર્કી અને સીરિયામાં ગઈ ૬ ફેબ્રુઆરીની વહેલી સવારે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ બંને દેશમાં ભારે તબાહી સર્જાઈ છે. અનેક ઈમારતો અને રહેણાંક એપાર્ટમેન્ટ ધરાશાયી છે. જે બાદ કાટમાળમાંથી લાશો નીકળવાનો સિલસિલો યથાવત છે.death-toll-exceeds-40000-after-earthquake-in-turkey-syria
આ ભૂકંપે તુર્કીના અનેક શહેરોને તબાહ કરી નાખ્યા છે. આ મુશ્કેલીના સમયમાં જિવીત રહેલાં અનેક લોકો બેઘર બન્યા છે. બંને દેશમાંથી મૃતકોની સંખ્યા ૪૦ હજારને પાર પહોંચી ચૂકી છે. તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું કે, સીરિયામાં રેસ્ક્યુ ઓપરેશન બંધ થવા જઈ રહ્યું છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, તુર્કીમાં ગયા મંગળવારના રોજ કાટમાળમાંથી ૯ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
હવે રેસ્ક્યુ એવા લોકો પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે જેઓની પાસે કડકડતી ઠંડી અને ભોજન તથા રહેવાની કોઈ વ્યવસ્થા નથી. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને કહ્યું કે, ભૂકંપ બાદ હવે સ્થિતિ કાબુમાં છે. તુર્કીના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભૂકંપથી મૃત્યુઆંક ૪૦ હજારને પાર થઈ ગયો છે. સાથે જ બે કરોડથી વધુ લોકો પહેલેથી જ પ્રભાવિત વિસ્તાર છોડી ચૂક્યા છે અને સેંકડો ઈમારતો ખંડેર બની ચૂકી છે.
એક ટીવી ભાષણમાં તેઓએ જણાવ્યું કે, આપણે ન માત્ર પોતાના દેશ પરંતુ માનવતાના ઈતિહાસમાં સૌથી મોટી પ્રાકૃતિક મુશ્કેલીમાંની એકનો સામનો કરી રહ્યાં છીએ.
તુર્કીમાં રાહત અને બચાવ કાર્યમાં જાેતરાયેલી ભારતીય સેનાના મેજર બીના તિવારીએ કહ્યું કે, શરુઆતમાં દર્દીઓમાં શારીરિક ઈજાઓ જાેવા મળી હતી, પરંતુ હવે તે બદલાઈ રહી છે. તેઓએ કહ્યું કે, ભૂકંપ દરમિયાન હવે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરના દર્દીઓ સામે આવી રહ્યાં છે.
સીરિયામાં સંયુક્ત રાષ્ટ્ર સહાયનો પહેલો કાફલો બાબ અલ સલામ ક્રોસિંગના માધ્યમથી તુર્કીના વિદ્રોહીઓના કબજા હેઠળના ઉત્તર પશ્ચિમ સીરિયામાં પ્રવેશ્યો હતો. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે સોમવારે સંયુક્ત રાષ્ટ્રની સહાયને તુર્કીથી બે વધુ સીમા પારથી પ્રવેશ કરવાની મંજુરી આપી હતી. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, સીરિયામાં ૫૮૧૪ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે, સીરિયામાં લગભગ ૯૦ લાખ લોકો ભૂકંપથી પ્રભાવિત થયા છે, કારણ કે તેણે ૪૦૦ મિલિયન ડોલરની ફંડીગની અપીલ કરી હતી. તુર્કી અને સીરિયામાં રાહત તથા બચાવ કાર્ય માટે NDRFની ટીમો તૈનાત છે.
જેઓ રેસ્ક્યુ ઓપરેશનથી લઈને સારવાર સુધીની સેવા આપી રહી છે. સેનાના સી-૧૭ ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા તુર્કી અને સીરિયામાં મોબાઈલ, હોસ્પિટલ, દવાઓ અને અનેક રાહત સામગ્રીઓથી ભરેલી પાંચ ફ્લાઈટ મોકલવામાં આવી ચૂકી છે. આ સિવાય C-17 વિમાન દ્વારા પણ રાહત સામગ્રી મોકલવામાં આવી છે.SS1MS