Turkey અને Syriaમાં ભૂકંપ બાદ મૃત્યુઆંક 45000ને પાર
નવી દિલ્હી, તુર્કી અને સીરિયામાં ગઈ ૬ ફેબ્રુઆરીના રોજ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદ બંને દેશોમાં મૃતકોની સંખ્યા ૪૫ હજારને પાર થઈ ચૂકી છે.Death toll exceeds 45,000 after earthquakes in Turkey and Syria
આ દરમિયાન શુક્રવારે તુર્કીની Disaster Agencyના હેડ ઓરહાન તાતરે જણાવ્યું કે, ભૂકંપ બાદ ૪૭૦૦ આફ્ટરશોક પણ આવી ચૂક્યા છે. દર ચાર મિનિટે એક આફ્ટરશોક આવી રહ્યો છે. જેમાં મોટાભાગના આફ્ટરશોકની તીવ્રતા ૪થી પણ વધારે છે. તો અંતાક્યામાં ૨૭૮ કલાક બાદ એક યુવકને કાટમાળ નીચેથી જીવતો કાઢવામાં આવ્યો હતો.
જીવલેણ ભૂકંપમાં જિવિત રહેવાની આશા ગુમાવી દેનારો યુવક મુસ્તફા જ્યારે બહાર આવ્યો તો તેણે સૌથી પહેલાં બચાવકર્મીઓને સવાલ કર્યો કે શું તેનો પરિવાર જીવતો છે કે નહીં. મારે તેમને જાેવા છે અને તેમનો અવાજ સાંભળવો છે. તુર્કીમાં ૩૮,૦૪૪થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. સીરિયામાં ૫૮૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. તુર્કીમાં ૧ કરોડ ૩૦ લાખ લોકો ૧૦ રાજ્યોમાં સ્થળાંતર થઈ ચૂક્યા છે.
અત્યાર સુધીમાં ૮ હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તુર્કી અને સીરિયામાં કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવાની કામગીરી છેલ્લાં તબક્કામાં છે. એ પછી કાટમાળ નીચેથી માત્ર લાશો જ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સીરિયામાં ભૂકંપ પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે ૨૦ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય ધ્વજ અડધો નમેલો રાખવામાં આવશે.
ભૂકંપની સાથે સાથે યુદ્ધ સાથે લડી રહેલાં સીરિયાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં યુએને મદદના સમાન સાથે ૧૪૨ ટ્રક મોકલ્યા છે.
અહીં અત્યાર સુધીમાં યુએનની ૬ એજન્સીઓ મદદ લઈને પહોંચી છે. તો શુક્રવારે Footballની આંતરરાષ્ટ્રીય સંસ્થા FIFAએ પણ તુર્કી અને સીરિયા માટે એક મિલિયન ડૉસલરની મદદ કરવાની જાહેરાત કરી છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભૂકંપથી તુર્કીને ૬ લાખ કરોડ રુપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે.
જાે કે, સરકારે તને ચાર લાખ કરોડ રુપિયા જ માન્યું છે. રિપોર્ટ મુજબ, સૌથી વધારે ખર્ચ ભૂકંપના કારણે ધરાશાયી થયેલી ઈમારતોને બીજી વાર ઉભી કરવામાં આવશે. તો તુર્કીના કોન્યા વિસ્તારમાં ભૂકંપમાં માંડ માંડ બચી ગયેલો પરિવાર આગ લાગવાથી મૃત્યુ પામ્યો હતો. આ પરિવારમાં સાત લોકોનાં મોત થયા હતા.SS1MS