ઇરાનના પોર્ટ પર વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને ૨૫ થયો

મસ્કત, દક્ષિણ ઈરાનના એક પોર્ટ પર થયેલા ભીષણ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને ૨૫ થયો છે. મિસાઇલ પ્રોપેલન્ટ બનાવવામાં ઉપયોગ કરાતા રાસાયણિક ઘટકના મોટા જથ્થામાં આગ લાગતા આ દુર્ઘટના સર્જાઇ હતી.
જેમાં ૮૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.શાહિદ રાજાઇ પોર્ટ પર શનિવારની રાતથી લઈને રવિવારની સવાર સુધી હેલીકોપ્ટર અને વિમાનો દ્વારા ભડકેલી આગ પર પાણી છાંટવામાં આવ્યું હતું.
આ વિસ્ફોટ એવા સમયે થયો, જ્યારે ઈરાન અને અમેરિકા શનિવારે તેહરાનના ઝડપથી આગળ વધી રહેલા પરમાણુ કાર્યક્રમની ત્રીજા તબક્કાની વાતચીત માટે ઓમાનમાં મળ્યા હતા.
ઈરાનમાં કોઈએ સીધી રીતે એમ કહ્યું નથી કે વિસ્ફોટ કોઈ હુમલાને કારણે થયો છે. જોકે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ બુધવારે સ્વીકાર કર્યાે હતો કે ઉચિત પ્રતિક્રિયાને ભડકાવવા માટે ડિઝાઈન કરાયેલા અને તોડફોડ તથા હત્યાના પ્રયાસોના ભૂતકાળના ઉદાહરણોને જોતા અમારી સુરક્ષા એજન્સી હાઈ એલર્ટ પર છે.
ઇરાનના સરકારી મીડિયાએ મૃતકોની સંખ્યાની જાણકારી આપીને કહ્યું કે અધિકારીઓએ મૃતકોમાંથી ૧૦ની ઓળખ કરી લીધી છે, જેમાં બે મહિલા પણ સામેલ છે.
આ દરમિયાન, ઇરાનની સરકારી ટીવી ચેનલે જણાવ્યું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પોર્ટ પર ગતિવિધિઓ ફરીથી શરુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે શાહિદ રાજાઈ પોર્ટને પહેલા પણ ટાર્ગેટ બનાવવામાં આવી ચુક્યું છે. ૨૦૨૦માં ઈઝરાયેલે આ પોર્ટ પર સાયબર એટેક કર્યાે હતો.SS1MS