Western Times News

Gujarati News

મૃત્યુઆંક ૧૪૧ને પારઃ NDRF અને લશ્કરનાં જવાનોનું રાતભર રેસ્ક્યુ ઓપરેશન

મોરબી, મોરબીમાં ૧૪૦ વર્ષ જૂનો ઝુલતો પુલ તૂટી પડવાથી ઘટનામાં મૃતકોનો આંક ૧૪૧ને પાર થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. રવિવારે સાંજે ઝુલતા પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર ૪૦૦થી ૫૦૦ લોકો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાેકે, સત્તાવાર આંકડા અંગે તપાસ કર્યા બાદ જાહેરાત કરવામાં આવશે તેમ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૧૪૧ થઈ ગઈ છે અને હજુ પણ ૧ વ્યક્તિ ગુમ છે અને તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઝુલતા પુલનું સમારકામ થયા પછી તેને દિવાળી બાદ નવા વર્ષના દિવસે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તહેવારોની રજા દરમિયાન આ પુલની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, જેમાં રવિવારે પુલ તૂટી પડવાની ઘટના બની છે.

રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં કુલ ૧૪૧થી વધુ લોકોના મોત થઈ ગયા છે જ્યારે બે લોકો હજુ પણ ગુમ છે અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ગુમ થયેલા બેમાંથી એક વ્યક્તિ મળતા મૃત્યુઆંક ૧૪૧ થઈ ગયો છે.

તેમણે જણાવ્યું કે દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. ૨૦૦થી વધારે વિવિધ ફોર્સ સાથે જાેડાયેલા જવાનો બચાવ કામગીરીમાં જાેડાયેલા હતા. ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ઘટના પર રાત્રે પણ નજર રાખવામાં આવી હતી.

આ પુલની કામગીરી સંભળનારી એજન્સી સામે ક્રિમિનલ ૩૦૪, ૪૦૮, ૧૧૪ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી મચ્છુ નદી પર બનેલો ઝુલતા પુલનું સમારકામ ચાલતું હોવાથી તેને બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ નવા વર્ષથી તેને ફરી ખુલ્લો મુકાતા મોટી સંખ્યામાં સહેલાણીઓ તેની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા.

આ પુલની રચના પ્રજાવત્સલ રાજા સર વાઘજી ઠાકોર દ્વારા કરવામાં આવી હતી, ૨૩૩ મીટર લાંબો પૂલ ૪.૬ મીટર પહોંળો છે. આ પુલનો ઉપયોગ દરબારગઢથી લખધીરજી એન્જિનિયરિંગ કૉલેજને જાેડતો હતો. મોરબી નગરપાલિકા દ્વારા આ પુલની મેઈન્ટેનન્સ અને રિપેરિંગની જવાબદારી ૧૫ વર્ષ માટે ઓરેવા ટ્રસ્તને સોંપવામાં આવી હતી.

આ દુર્ઘટના અંગે જાણ થયા બાદ સ્થાનિક અને સ્પેશિયલ ટુકડીઓ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી જેમાં ગરુડ સ્પેશિયલ પોર્સ યુનિટી, જામનગરના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ચંદ્રશેખર તથા ભૂજના ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટના કમાન્ડિંગ સ્ટાફ સાથે રાજકોટમાં ઘાયલોની મદદ માટે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

જે કમિટીની રચના કરી છે તેના દ્વારા તપાસ શરુ કરી દેવામાં આવી હોવાનું હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે, અને તેમણે જણાવ્યું કે તેઓ હાલ અહીં જ છે અને રેસ્ક્યુ ઓપરેશનનું કામ પૂર્ણ થયા બાદ તમામ વિગતો જણાવ્યા બાદ જ અહીંથી રવાના થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.