૨૦૨૨ માં બે દીકરીઓની મોમ બની દેબીના બેનર્જી
મુંબઈ, ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી દેબીના બેનર્જી એના વજન ઉતારવાની વાત લઇને હાલમાં ચર્ચામાં છે. એક્ટ્રેસ હાલમાં ઘણું વજન ઉતારી દીધુ છે, પરંતુ આ સમય બહુ મુશ્કેલ રહ્યો. એક્ટ્રેસે એના બ્લોગમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ બ્લોગમાં આ વિશે જણાવ્યુ છે કે હું મારા વજનને લઇને અનેક રીતે કંટાળી ગઇ છું.
એક્ટ્રેસને બે દીકરીઓ છે. હાલમાં પતિ ગુરમીત ચૌઘરી અને દીકરીઓ સાથે દુબઇ ટ્રિપને એન્જાેય કરી રહી છે, પરંતુ અહીંયા પણ પોતાના ડાયટનું ધ્યાન અનેક રીતે રાખી રહી છે.
જાે કે આ વિશે દેબિનાનું કહેવુ છે કે જ્યારે હું મુંબઇમાં હતી ત્યારે મારા ડાયટનું પૂરેપૂરું ધ્યાન આપતી હતી. આ સાથે ડેઇલી વર્કઆઉટ પણ કરતી હતી. જાે કે વજન ઉતારવા માટે આ એક્ટ્રેસે અનેક ઘણી મહેનત કરી છે. જાે કે અભિનેત્રી હાલમાં પોતાની દુબઇ ટ્રિપ પર વધતા વજનને કંટ્રોલ કરવા પર ધ્યાન આપી શકતી નથી.
ડિલિવરી પછી વજન ઓછુ કરવુ એ હિરોઇન માટે બહુ અઘરુ થઇ ગયુ છે. તેમ છતા હાલમાં બહુ મહેનત કરી રહી છે. આમ વાત કરવામાં આવે તો સામાન્ય રીતે મોટાભાગની મહિલાઓને પ્રેગનન્સી પછી વજન વધારાની સમસ્યા હોય છે. દેબીના પોતાના યુટ્યૂબ બ્લોગમાં જણાવે છે કે પ્રેગનન્સી છી એના શરીરમાં હોર્મોનલ ચેન્જીસ થવાને કારણે આ સમસ્યા થઇ શકે છે.
હોર્મોનલ ચેન્જીસને કારણે વજનની સાથે મગજ પર પણ અસર થઇ છે. દેબીના આ વિશે વધુમાં જણાવે છે કે વજનને લઇને અનેક દિવસો એવા રહ્યા છે જેમાં હું બહુ રડી છું. ઘણી વાર ઇમોશનલ બ્રેકડાઉન થયુ અને અનેક કોશિશો કર્યા પછી પણ વજન ઓછુ થયુ નહીં.
જાે કે હવે દેબીના પૂરી રીતથી વજન પર ધ્યાન આપી રહી છે જે બેલેન્સ્ડ ડાયટ લઇ રહી છે જેના કારણે વજન ધીરે-ધીરે ઓછુ થઇ રહ્યું છે. નોંધનીય છે કે પ્રેગનન્સી પછી સ્ત્રીઓમાં હોર્મોનલ ચેન્જીસ વઘારે થવાને કારણે વજન વધવાની સમસ્યા રહેતી હોય છે.SS1MS