દેબીના બેનર્જી નવજાત દીકરીને લઈને ઘરે આવી
મુંબઈ, દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી ૧૧ નવેમ્બરે દીકરીના માતા-પિતા બન્યા. લિયાના બાદ આ બંનેનું બીજું સંતાન છે. દેબીના જ્યારે દીકરીને લઈને ઘરે આવી તો તેનું પતિ અને પરિવારના સભ્યો દ્વારા ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ‘રામાયણ’ની એક્ટ્રેસે ઘરમાં કરવામાં આવેલા સુંદર ડેરોકેશનની ઝલક દેખાડી છે. જેમાં મુખ્ય રૂમને પિંક અને વ્હાઈટ કલરના બલૂનથી સજાવેલો જાેઈ શકાય છે અને આ સાથે લખ્યું છે ‘વેલકમ બેબી’. અન્ય તસવીરમાં લિયાના ડેનિમની ડંગરી પહેરીને ડેકોરેશન પાસે બેઠી છે અને ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ સિવાય દેબીના રૂમ બહાર પણ સજાવટ કરવામાં આવી છે.
દેબીનાએ કેકની તસવીર પણ શેર કરી છે, જેમાં બેબી ગર્લ એન્જલની વિંગ સાથે ઊંઘી છે. આ સાથે તેણે લખ્યું છે ‘પ્રેમ…મારી નાનકડી જાદુઈ સાથે ઘરે પરત આવી. ૧૧મી નવેમ્બરે ઘરે બીજીવાર લક્ષ્મીનો જન્મ થયો હોવાના ગુડન્યૂઝ સંભળાવતા ગુરમીત ચૌધરીએ દેબીના બેનર્જીના મેટરનિટી ફોટોશૂટની એક તસવીર શેર કરી હતી.
જેમાં તેના હાથમાં પિંક કલરના બલૂન હતા અને લખ્યું હતું ‘ઈટ્સ અ ગર્લ’. ફરીથી પિતા બનવાની ખુશી વ્યક્ત કરતાં એક્ટરે કેપ્શનમાં લખ્યું હતું ‘અમે બીજીવાર પેરેન્ટ્સ બનીને ખૂબ ખુશ છીએ. પરંતુ અમારી દીકરી સમય કરતાં વહેલી જન્મી ગઈ હોવાથી અમે હાલ પ્રાઈવસીની અપેક્ષા રાખી રહ્યા છીએ. તમારો પ્રેમ અને આશીર્વાદ અમારા પર વરસાવતા રહેજાે’.
આ સમાચાર મેળવી મિત્રો તેમના પર અભિનંદનનો વરસાદ કર્યો હતો. દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીના લગ્ન ૨૦૧૧માં થયા હતા. બંનેની પહેલી મુલાકાત સીરિયલ ‘રામાયણ’ના સેટ પર થઈ હતી, જેમાં તેમણે સીતા અને રામનું પાત્ર ભજવ્યું હતું.
૧૦ વર્ષના લગ્નજીવન બાદ આ વર્ષે ત્રણ એપ્રિલના રોજ દીકરી લિયાનાનો જન્મ થયો હતો. પહેલી પ્રેગ્નેન્સી એક્ટ્રેસ માટે સરળ રહી નહોતી. તેણે કન્સીવ કરવા માટે પાંચ વર્ષ સુધી પ્રયાસ કર્યો હતો અને આઈવીએફનો આશરો પણ લીધો હતો. દીકરીના જન્મ બાદ તરત જ તેને બીજી પ્રેગ્નેન્સી રહી હતી.
દેબીના બેનર્જીની બીજી ડિલિવરી સી-સેક્શનથી કરાવવાનું પસંદ કર્યું હતું. આ વિશે થોડા દિવસ પહેલા પોતાની you tubeચેનલ પર શેર કરેલા વ્લોગમાં તેણે કહ્યું હતું કે ‘હું ડાયાબિટિસ, કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી જેવી સમસ્યામાંથી પસાર થઈ રહી છું.
બાળકની સાઈઝ પણ વધી રહી છે કારણ કે, પેટમાં ઘણી જગ્યા છે. તેથી ડોક્ટર્સને શંકા છે કે જાે મેં વધારે રાહ જાેઈ તો વોટર બ્રેક ગમે ત્યારે થઈ શકે છે. મેં બધું તૈયાર રાખ્યું છે અને મારી સ્થિતિને જાેતા સી-સેક્શન પસંદ કર્યું છે. આ સિવાય બાળક ત્રાસું છે’.SS1MS