Western Times News

Gujarati News

નાની દીકરી બીમાર પડતાં ગભરાઈ ગઈ દેબિના બેનર્જી

મુંબઈ, મા-બાપ માટે તેમના સંતાનથી વિશેષ કશું નથી હોતું. તેમના માટે તેઓ દરેક મુશ્કેલી વેઠવા તૈયાર હોય છે. ટેલિવુડ કપલ દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરી લગ્નના ૧૧ વર્ષ બાદ બે દીકરીઓના પેરેન્ટ્‌સ બન્યા છે. દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરીની પહેલી દીકરીનો જન્મ એપ્રિલ ૨૦૨૨માં થયો હતો.

જ્યારે બીજી દીકરી નવેમ્બર ૨૦૨૨માં જન્મી છે. દેબિના બેનર્જી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. તે પોતાના વ્લોગ દ્વારા જિંદગીમાં શું ચાલી રહ્યું છે તેની ઝલક દેખાડતી રહે છે. તેણે પહેલી અને બીજી પ્રેગ્નેન્સીની આખી જર્ની યૂટ્યૂબ થકી બતાવી હતી.

હવે નાની દીકરી અંગે દેબિનાએ એવી વાત કરી છે જે જણાંવતી વખતે તેની આંખમાંથી આંસુ આવી ગયા હતા. દેબિના બેનર્જી હાલમાં જ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે વાતો કરી હતી. વાત વાતમાં તેણે જણાવ્યું હતું કે, નાની દીકરીની તબિયત ખરાબ છે જેથી તે પરેશાન છે.

દેબિનાએ કહ્યું, “તમને ખબર જ છે કે મારી નાની દીકરી પ્રીમેચ્યોર છે અને થોડી નબળી છે. રવિવારે અચાનક જ તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. હું અને ગુરમીત તેને લઈને તરત હોસ્પિટલ ગયા હતા. અમને જાણવા મળ્યું કે, શરદીના કારણે તેનું નાક બંધ થઈ ગયું છે.

તે શ્વાસ નહોતી લઈ શકતી. તેનું ઓક્સિજન લેવલ પણ ઘટીને ૯૨ થઈ ગયું હતું. અમે ઘરથી હોસ્પિટલ સુધીનું અંતર કઈ રીતે કાપ્યું છે તે અમારું મન જ જાણે છે. હું ગુરમીતને બસ એટલું જ પૂછતી રહી કે તે શ્વાસ તો લઈ શકે છે ને?” આટલું કહેતા જ દેબિનાની આંખમાં આંસુ આવી ગયા હતા. દેબિનાએ કહ્યું કે, તે વ્લોગમાં જેટલું સરળતાથી બધું બતાવે છે તેટલું બધું સરળ નથી. રોજ નવા પડકાર હોય છે.

સાથે જ તેણે કહ્યું કે, નાની દીકરીની તબિયકત હવે થોડી સારી છે. દેબિનાએ કહ્યું કે, આજકાલ તેને દર ક્ષણે એવું લાગે છે કે, તેને રડું આવી રહ્યું છે. દેબિનાનું માનવું છે કે, પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના કારણે આમ થઈ રહ્યું છે. જાેકે, આ વાત તે ખાતરીપૂર્વક નથી કહી શકતી.

દેબિનાએ ફેન્સને નાની દીકરી માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. સાથે જ જણાવ્યું કે, દીકરી બહારની દુનિયામાં ગોઠવાઈ જાય પછી જ તેનો ચહેરો બતાવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.