Western Times News

Gujarati News

દેબિના બેનર્જીએ બતાવ્યો નાની દીકરીનો ચહેરો

મુંબઈ, ટેલિવુડ કપલ ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીએ આખરે નાની દીકરી દિવિશાનો ચહેરો દુનિયાને બતાવી દીધો છે. ગુરમીત અને દેબિનાએ ૩ ફેબ્રુઆરીએ દીકરીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને દુનિયાને તેનો ચહેરો બતાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દિવિશાનો જન્મ ૧૧ નવેમ્બર ૨૦૨૨માં થયો હતો. તેના જન્મના આશરે અઢી મહિના બાદ કપલે તેનો ચહેરો દેખાડ્યો છે. દેબિના અને ગુરમીતે બંને દીકરીઓ સાથે ૨૬ જાન્યુઆરીએ ફોટોશૂટ કરાવ્યું હતું. જે અંગે એક્ટ્રેસે તેના વ્લોગમાં જણાવ્યું હતું. હવે ફેમિલી ફોટોશૂટની તસવીરો શેર કરતાં કપલે લખ્યું, હેલો દુનિયા, આ છે મારી મિરેકલ બેબી દિવિશા.

હંમેશા તેના પર તમારા આશીર્વાદ વરસાવતા રહેજાે. આ સાથે જ દેબિનાએ દિવિશાના ઈન્સ્ટાગ્રામ આઈડીનો પણ ખુલાસો કર્યો છે. તસવીરોમાં જાેઈ શકો છો કે, ગુરમીત અને દેબિના બંને દીકરીઓ સાથે પોઝ આપી રહ્યા છે. બંનેને સુંદર ફ્રોક પહેરાવ્યા છે. ગુરમીતે બ્લૂ રંગનું બ્લેઝર પહેર્યું છે જ્યારે દેબિનાએ મેચિંગ ગાઉન પહેર્યું છે. એક તસવીરમાં દેબિના અને ગુરમીત દીકરીને ચૂમતાં જાેવા મળી રહ્યા છે.

તસવીરો જાેતાં ખ્યાલ આવશે કે નાનકડી દિવિશા એકદમ મોટી બહેન લિયાના જેવી લાગે છે. દેબિનાએ પોતાના વ્લોગ દરમિયાન આ ફોટોશૂટનો અનુભવ શેર કરતાં કહ્યું હતું, “આ ગાઉન મને ફિટ થાય તે માટે મેં મારા શરીરને ખૂબ કસ્યું છે. એક બાળક સાથે જ શૂટિંગ મુશ્કેલ હોય છે ત્યારે બંને સાથે શૂટ કરવા માટે ઈશ્વરના આશીર્વાદની જરૂર પડે છે.”

જણાવી દઈએ કે, લિયાનાનો જન્મ IVFના કેટલાય પ્રયાસ પછી થયો છે. જ્યારે લિયાનાના જન્મ પછી કુદરતી રીતે જ દેબિનાને ગર્ભ રહ્યો હતો અને દિવિશાનો જન્મ થયો. કપલને જ્યારે બીજી પ્રેગ્નેન્સીની જાણ થઈ ત્યારે તેમના આશ્ચર્યનો પાર નહોતો રહ્યો. ગુરમીત અને દેબિના લગ્નના ૧૧ વર્ષ પછી પેરેન્ટ્‌સ બન્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.