દેવોલિનાની રોમેન્ટિક ફોટાની લોકોએ ઉડાવી દીધી મજાક

પતિ શાહનવાઝને કહ્યો લંગૂર –રાજસ્થાનના રણથંભોરમાં પતિ શાહનવાઝ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે દેવોલિના ભટ્ટાચાર્જી
મુંબઈ, ભાવિની પુરોહિત સહિતના કેટલાક મિત્રો અને મમ્મી સાથે કચ્છના રણોત્સવની ટ્રિપ એન્જાેય કર્યા બાદ દેવોલિના ભટ્ટાચાર્જી પતિ શાહનવાઝ શેખ સાથે રાજસ્થાનના રણથંભોરમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. લગ્ન બાદ આ પહેલીવાર છે જ્યારે બંને સાથે વેકેશન પર ગયા છે, એક્ટ્રેસ જ્યારે ગુજરાત આવી ત્યારે શાહનવાઝ તેની સાથે જાેડાયો નહોતો.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દેવોલિનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કોઈ કિલ્લાની મુલાકાત દરમિયાનની તસવીરો શેર કરી છે. જેમાં તે પતિ સાથે રોમેન્ટિક પોઝ આપતાં દેખાઈ. એક્ટ્રેસના લગ્ન થયા ત્યારથી તે અલગ-અલગ કારણથી સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાને છે. જ્યારે તેણે લેટેસ્ટ તસવીરો શેર કરી ત્યારે પણ એકે તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જાે કે, તેણે તેને સણસણતો જવાબ આપી મોં બંધ કરાવ્યું હતું. દેવોલિના ભટ્ટાચાર્જીએ જે તસવીરો શેર કરી છે, તેમાં તે પતિ સાથે વ્હાઈટ આઉટફિટમાં ટિ્વનિંગ કરતી દેખાઈ. તેણે વ્હાઈટ કલરના સલવાર-સૂટની સાથે મેચિંગ દુપટ્ટો નાખ્યો છે, જેના પર ગોલ્ડન દોરાથી વર્ક કરવામાં આવ્યું છે. તો શાહનવાઝે વ્હાઈટ ટીશર્ટ, મેચિંગ જેકેટ અને ડેનિમ પહેર્યું છે.
કેપ્શનમાં તેણે પોપ્યુલર સોન્ગની લાઈનો લખી છે. તેણે લખ્યું છે ‘તેનુ ધૂપ લગીયા રે… મેં છાંવ બન જાવા’. આ સાથે તેણે રેડ હાર્ટ અને કિસિંગ ઈમોજી મૂક્યું છે. તેના પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું ‘લંગુર કે હાથ મેં અંગૂર એસા હો ગયા’. તેને જવાબ આપતાં એક્ટ્રેસે લખ્યું ‘ઓર કલિયુગ મેં શૈતાન કા આગમન આપકે પૈદા હોને સે હો ગયા’.
કેટલાક યૂઝર્સની ખરાબ કોમેન્ટ્સ વાંચીને દેવોલિનાના ફેન્સ તેના સપોર્ટમાં આવ્યા અને ‘જાેડી તો ઉપરથી બનીને આવે છે’ તેમ લખ્યું. આશરે ત્રણ વર્ષના રિલેશનશિપ બાદ દેવોલિના ભટ્ટાચાર્જીએ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા, જે તેનો ટ્રેનર છે.
એક્ટ્રેસે જ્યારે લગ્નની તસવીરો શેર કરી ત્યારે તેના ફેન્સ પણ ચોંકી ગયા હતા. શાહનવાઝ મુસ્લિમ હોવાથી સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા અંગે એક્ટ્રેસે કહ્યું હતું કે ‘ટ્રોલ્સની મને સહેજ પણ ચિંતા નથી. સમય જતાં હું તેમને નજરઅંદાજ કરવાનું શીખી ગઈ છું.
મને એક વાત સમજાઈ ગઈ છે કે, લોકો બોલ્યા કરશે. હું તેમની મરજીથી તો ના ચાલી શકુંને. આ મારી જિંદગીનો મારો ર્નિણય છે. હું ખુશ છું કે મને પર્ફેક્ટ પાર્ટનર મળી ગયો છે. હું રિવાજાે નિભાવવામાં એટલી વ્યસ્ત છું કે મારી પાસે સમય જ નથી. નહીં તો ટ્રોલ્સને જવાબ આપીને સારો ટાઈમપાસ થઈ જાત’.ss1