લગ્ન કરવાનો ર્નિણય એટલા માટે કર્યો કારણ કે તે પ્રેમમાં હતી
મુંબઈ, અનુષ્કા શર્મા પોતાની વાતને મુક્તપણે જણાવવા માટે જાણીતી છે. અભિનેત્રી અત્યારે એક હેપ્પી મેરિડ લાઈફનો એન્જાેઈ કરી રહ્યું છે.
બોલીવુડની આ એક્ટ્રેસ તેની પર્સનલ લાઈફ અંગે વાત કરવાનું તો ઓછું પસંદ કરે છે. આજ કારણતી લોકો અનુષ્કાની લાઈફ અંગે જાણકારી મેળવવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. જ્યારે અનુષ્કા શર્મા સાથે લગ્ન અંગે ર્નિણય કરવાને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એક્ટ્રેસે પોતાના દિલની વાત કહી.
અનુષ્કાએ પોતાના નિવેદનથી એ બાબત સાબિત કરી દીધી તેણે વિરાટ કોહલીને અનકંડીશનલ લવ કરે છે. અનુષ્કાએ કહ્યું કે તેણે લગ્ન કરવાનો ર્નિણય એટલા માટે કર્યો કારણ કે તે પ્રેમમાં હતી અને તે પણ પ્રેમમાં છે. પ્રેમમાં હોવાનો અહેસાસ ખૂબ જ સુંદર હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા ૨૯ વર્ષની ઉંમરે વિરાટ કોહલી સાથે લગ્ન કર્યાં હતા. મોટાભાગે અભિનેત્રી આ ઉંમરે લગ્ન કરવાથી દૂર રહે છે.
અનુષ્કાના મતે કરેન્ટ ઓડિયન્સને સ્ક્રીન પર જાેવામાં ઈન્ટરેસ્ટ હોય છે. તેનો અર્થ એ છે કે ઓડિયન્સને સારો વિષય, એક્ટિંગ, ડાયરેક્શન જેવી બાબતોમાં વધારે રસ રહે છે. બોલીવુડ અભિનેત્રીનું કહેવું છે કે એક્ટર્સની પર્સનલ લાઈફથી લોકોને વધારે કોઈ મતલબ હોતો નથી.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નને પાંચ વર્ષ થયા છે. ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ તેમના લગ્ન ઈટાલીમાં યોજાયા હતા. અન્ય એક પ્રશ્નના જવાબમાં અનુષ્કા શર્માએ વધુમાં કહ્યું કે લોકોને આ હેડસ્પેસથી બહાર નિકળવાની જરૂર છે.
આપણી ઈન્ડસ્ટ્રીઝની તુલનામાં આપણા દર્શક વધારે ડેવલપ્ડ છે. અનુષ્કા ઓડિયન્સને સમજદાર ગણાવી કહ્યું કે દર્શકોને એક્ટર અથવા એક્ટ્રેસે લગ્ન કરેલા હોય કે પછી અભિનેત્રી માતા હોય તેનાથી વિશેષ ફર્ક પડતો નથી.SS1MS