એઆઈએફ દ્વારા જૂની લોન પૂરી કરવા નવી લોનની વ્યવસ્થા પર અંકુશનો ર્નિણય
નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકએ વૈકલ્પિક રોકાણ ફંડ (એઆઈએફ) દ્વારા જૂની લોન પૂરી કરવા માટે નવી લોન લેવાની વ્યવસ્થા પર અંકુશ લગાવવા માટે એક મોટો ર્નિણય લીધો છે જેમાં આરબીઆઈ દ્વારા બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને નાણાકી સસ્થાઓ સાથે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને ભવિષ્યમાં આવું ન કરવા કહેવાયું છે.
આરબીઆઈદ્વારા જાહેર કરાયેલી એક એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે બેંક અને નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) તેવા વૈકલ્પિક રોકાણ ફંડની કોઈપણ યોજનામાં રોકાણ કરી શક્શે નહીં, જેણે છેલ્લા ૧૨ મહિનામાં નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધી હોય તેવા ધિરાણકર્તાની કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોકાણ કર્યું હોય.
વેન્ચર કેપિટલ ફંડ એન્જલ ફંડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, પ્રાઈવેટ ઈક્વિટી ફંડ અને હેજ ફંડ સહિત કેટલીક અન્ય સંસ્થાઓ વૈકલ્પિક રોકાણ ફંડની શ્રેણીમાં આવે છેં રિઝર્વ બેંકે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે એઆઈએફસાથે સંકળાયેલા કેટલાક ઇઈ વ્યવહારો જે નિયમનકારી ચિંતાઓ સાથે જાેડાયેલા છે તે અમારા ધ્યાન પર આવ્યા છે.
રિઝર્વ બેંકે કહ્યું છે કે એઆઈએફ દ્વારા જૂની લોન ચૂકવવા માટે નવી લોન આપવાની વ્યવસ્થાને રોકવા માટે આ નવા પગલા લેવામાં આવ્યા છે.
બેંકો અને એનબીએફસીતેમની નિયમિત રોકાણની પ્રવૃતિઓ હેઠળ એઆઈએફના એકમોમાં રોકાણ કરે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ એઆઈએફદ્વારા રોકાણ કરવા અંગેની માહિતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે શેર કરી હતી.
આરબીઆઈએ કહ્યું કે બેંક અને એનબીએફસીએઆઈએફની કોઈપણ યોજનામાં રોકાણ કરી શકે નહીં, જેણે નાણાકીય સંસ્થા પાસેથી લોન લેનાર ધિરાણકર્તાની કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોકાણ કર્યું હોય.
આ ઉપરાંત આરબીઆઈએ નાણાકીય સંસ્થાઓને કહ્યું છે કે ૩૦ દિવસમાં જ આવા રોકારણને બંધ કરવાની જરુર પડશે. જાે બેંક અને એનબીએફસીનિર્ધારિત સમય પર રોકાણ બંધ કરી શક્તા નથી, તો એવા રોકાણ માટે ૧૦૦ ટકા જાેગવાઈ કરવી પડશે. Ss2SS